Economic Survey: ભારતીય યુવાનો થઈ રહ્યા છે આ બિમારીનો શિકાર, આર્થિક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Gujarat Tak

ADVERTISEMENT

Economic Survey
Economic Survey
social share
google news

Economic Survey 2024: આજની યુવા પેઢીની ખાવા-પીવાની આદતોમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. પહેલાના જમાનામાં લોકો ઘરે બનાવેલા સ્વાદિષ્ટ ભોજનને પસંદ કરતા હતા, ત્યારે આજના બાળકો અને યુવાનો જંક અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. ખાણીપીણીની ખરાબ આદતોને કારણે યુવાનોમાં સ્થૂળતાની સમસ્યા ખૂબ વધી ગઈ છે. લોકો પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડ વધારે ખાય છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય દિવસેને દિવસે બગડી રહ્યું છે. આજે જાહેર થયેલા આર્થિક સર્વે પ્રમાણે ભારતમાં 54 ટકા રોગો અસ્વસ્થ આહારને કારણે થાય છે.

નિર્મલા સીતારમને શું કહ્યું?

આ આર્થિક સર્વે જણાવે છે કે, સ્થૂળતા એક ચિંતાજનક સ્થિતિ છે. નાગરિકો સ્વસ્થ જીવનશૈલી જીવી શકે તે માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે. ભારતની પુખ્ત વસ્તીમાં સ્થૂળતા ગંભીર ચિંતા તરીકે ઉભરી રહી છે, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વધુમાં નાણાંમંત્રીએ કહ્યું કે, આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ લેવો હોય, તો તે મહત્વનું છે કે લોકોના સ્વાસ્થ્યના પરિમાણો સંતુલિત અને વૈવિધ્યસભર આહાર તરફ આગળ વધે.

જંક ફૂડ પર ICMR રિપોર્ટ

ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના એક રિપોર્ટને ટાંકીને ઈકોનોમિક સર્વેમાં જણાવાયું છે કે, ખાંડ અને ચરબીવાળા પ્રોસેસ્ડ ફૂડ્સના વધુ પડતા વપરાશને કારણે લોકોની શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. આ સાથે તેમની વિવિધ પ્રકારની ખાદ્યપદાર્થો ખાવાની આદત પણ સીમિત થઈ ગઈ છે. આજકાલ આ ભૂલોને કારણે લોકોનું વજન વધારે થઈ રહ્યું છે અને તેમનામાં પોષક તત્વોની ઉણપ જોવા મળે છે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના રિપોર્ટને ટાંકીને સર્વેમાં જણાવાયું છે કે ભારતમાં પુખ્ત સ્થૂળતા દર ત્રણ ગણાથી વધુ છે અને વિયેતનામ અને નામિબિયા પછી ભારતીય બાળકોમાં સ્થૂળતા દર વિશ્વમાં સૌથી વધુ છે.

ADVERTISEMENT

સ્થૂળતા પર આર્થિક સર્વે શું કહે છે?

સર્વેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) મુજબ ભારતના ગામડાઓ કરતા શહેરોમાં સ્થૂળતાની સમસ્યા ઘણી વધારે છે. શહેરોમાં પુરુષોમાં સ્થૂળતા દર 29.8% છે, જ્યારે ગામડાઓમાં તે 19.3% છે. 18-69 વર્ષની વય જૂથમાં સ્થૂળતાનો સામનો કરી રહેલા પુરુષોની ટકાવારી NFHS-4 માં 18.9% થી વધીને NFHS-5 માં 22.9% થઈ ગઈ છે. સ્ત્રીઓ માટે તે 20.6% (NFHS-4) થી વધીને 24% (NFHS-5) થયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT