આવકવેરા વિભાગે 1 લાખ કરદાતાઓને મોકલી નોટિસ, નાણામંત્રીએ આપી જાણકારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: આવકવેરા વિભાગે દેશના 1 લાખ કરદાતાઓને નોટિસ મોકલી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાણકારી આપી છે. ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે આપવામાં આવેલી ખોટી માહિતીને લઈને આ નોટિસ મોકલવામાં આવી હતી. નાણામંત્રીએ 164માં ઈન્કમ ટેક્સ ડેની ઉજવણી દરમિયાન આ માહિતી આપી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આવકવેરા વિભાગે 1 લાખ લોકોને નોટિસ મોકલી છે. આવકવેરાની આ નોટિસ એવા કરદાતાઓને મોકલવામાં આવી હતી, જેમણે કાં તો તેમની આવક જાહેર કરી નથી અથવા તો ઓછી આવક જાહેર કરી છે. આ સાથે તેમણે જણાવ્યું કે નોટિસ સાથે જોડાયેલા તમામ મામલા 4 થી 6 વર્ષ પહેલા ફાઈલ કરાયેલ આઈટીઆરના છે. આ સાથે તે લોકો પણ સામેલ છે, જેમના માટે ITR ફાઈલ કરવું જરૂરી હતું, પરંતુ તેઓએ તે ભર્યું નથી.

નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે આવકવેરા વિભાગ દ્વારા આ નોટિસ વિચાર્યા વગર મોકલવામાં આવી રહી નથી. સત્તાવાર પત્ર અનુસાર, આ તમામ નોટિસ 14 મહિનાના સમયગાળામાં મોકલવામાં આવી છે. અને તેમાંથી મોટાભાગના કરદાતાઓ છે જેમની વાર્ષિક આવક 50 લાખ રૂપિયાથી વધુ છે. ઉલ્લેખનીય છે કે ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ ઈન્કમ ટેક્સ ઓફિસર 6 વર્ષ સુધીના પહેલાના એસેસમેન્ટને ફરીથી ખોલી શકે છે. નાણામંત્રીએ વધુમાં કહ્યું કે સીબીડીટીએ મે 2023માં 55,000 નોટિસનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું છે. જે તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર મોકલી હતી.

ADVERTISEMENT

અગાઉનો રેકોર્ડ 10 વર્ષ સુધી રાખવો પડતો હતો
નાણામંત્રીના જણાવ્યા અનુસાર, પહેલા કરદાતાઓએ 10 વર્ષ સુધી રેકોર્ડ રાખવા પડતા હતા. પરંતુ હવે છ વર્ષ પછી ટેક્સ એસેસમેન્ટ ખોલી શકાતા નથી. ચોથા, પાંચમા અને છઠ્ઠા વર્ષમાં, ટેક્સ સત્તાવાળાઓ માત્ર કેટલીક પરિસ્થિતિઓમાં જ આકારણી ફરીથી ખોલે છે. નોંધનીય છે કે આવકવેરા રિટર્ન ફાઈલ કરવા અંગે વિભાગ દ્વારા એવી પણ સલાહ આપવામાં આવે છે કે તેમાં સાચી માહિતી દાખલ કરવી જોઈએ. જો તપાસમાં ખોટી માહિતી મળશે તો વિભાગ દ્વારા નોટિસ મોકલી શકાય છે.

અત્યાર સુધીમાં 4 કરોડ ITR ફાઇલ કરવામાં આવ્યા
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે FY22-23 માટે અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 80 લાખ કરદાતાઓના ખાતામાં રિફંડ ટ્રાન્સફર થઈ ચૂક્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT