ફક્ત 3 સપ્તાહમાં જ રૂ. 2,000ની 50% નોટો બેંકોમાં પાછી આવી? જાણો શું કહે છે RBI

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: RBI ની નાણાકીય નીતિની બેઠક બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2000ની નોટો ચલણમાંથી બહાર કાઢવાના નિર્ણય બાદ 2000ની લગભગ 50% નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે. 31 માર્ચ 2023 સુધી કુલ 3.62 લાખ કરોડ 2000ની નોટો ચલણમાં હતી જેમાંથી 1.80 લાખ કરોડની નોટો બેંકોમાં પાછી આવી છે.

RBI રૂ. 500ની નોટો પાછી ખેંચવા કે રૂ. 1,000ની નોટો ફરીથી લાવવા કરવા અંગે વિચારી રહી નથી. આરબીઆઈ ગવર્નરે લોકોને અનુરોધ કર્યો છે કે તેઓ આવી અટકળોમાં સામેલ ન થાય. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી હતી.

2000ની 1.80 લાખ કરોડની નોટો બેંકોમાં પરત આવી
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2,000 રૂપિયાની નોટો બંધ કરવાના નિર્ણય બાદ લગભગ 50% રૂપિયાની નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે. 31 માર્ચ 2023 સુધી કુલ 3.62 લાખ કરોડ 2000ની નોટો ચલણમાં હતી જેમાંથી 1.80 લાખ કરોડની નોટો બેંકોમાં પાછી આવી છે. આગામી સમયમાં, 2000ની 85% નોટો બેંકિંગ સિસ્ટમમાં જમા કરીને પરત કરવામાં આવશે, જ્યારે બાકીની નોટો એક્સચેન્જ દ્વારા પરત કરવામાં આવશે.

ADVERTISEMENT

સપ્ટેમ્બર 2023 સુધી જમા અથવા બદલી શકાશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 19 મેના રોજ તેના ચલણ વ્યવસ્થાપનના ભાગ રૂપે રૂ. 2,000 મૂલ્યની બૅન્કનોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને 23 મેથી આવી નોટો (એક સમયે રૂ. 20,000 સુધી) બદલવાની મંજૂરી આપી હતી. એક્સચેન્જ અથવા ડિપોઝિટ 30 સપ્ટેમ્બર 2023 સુધી કરી શકાય છે. RBI ગવર્નરે લોકોને કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટો બદલતી વખતે અથવા જમા કરાવતી વખતે ગભરાશો નહીં, પરંતુ છેલ્લી ઘડીના ધસારાને ટાળવા જણાવ્યું છે.

30 સપ્ટેમ્બર સુધી મોટાભાગની નોટ આવશે પરત
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આરબીઆઈ રૂ. 500ની નોટો પાછી ખેંચી લેવાનું કે રૂ. 1000ની નોટો ફરીથી લાવવા અંગે વિચારી રહી નથી. તેમણે લોકોને અનુરોધ કર્યો હતો કે તેઓ આ અંગે અટકળો ન કરે. ગયા મહિને, આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા સુધીમાં રૂ. 2,000ની મોટાભાગની નોટો બેંકિંગ સિસ્ટમમાં પરત આવવાની અપેક્ષા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT