જો 30 જૂન સુધી PANને આધાર સાથે લિંક નહીં કરાવો તો થશે આ હાલત, જાણો શું કહ્યું નાણામંત્રીએ?

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે PAN સાથે આધાર લિંક કરવામાં  માટે ભરવામાં આવતા દંડનો બચાવ કર્યો હતો. આધારને PAN સાથે લિંક કરવાનું 31 માર્ચ, 2022 સુધી મફત હતું, ત્યારબાદ 1 એપ્રિલ, 2022 થી તેના પર 500 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જે જુલાઈ મહિનામાં વધારીને 1000 રૂપિયા કરવામાં આવી હતી. ત્યારે જો 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે, તો તે નિષ્ક્રિય થઈ જશે. આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નાણામંત્રીએ કહ્યું કે અગાઉ PAN ને આધાર સાથે લિંક કરવા માટે ઘણો સમય આપવામાં આવતો હતો.

હાલમાં સ્થિતિ એવી છે કે જો 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે. આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નાણામંત્રીએ કહ્યું કે અગાઉ PAN ને આધાર સાથે લિંક કરવા માટે ઘણો સમય આપવામાં આવતો હતો. અત્યાર સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરી દેવુ જોઈએ. જેમણે આજ સુધી આવું કર્યું નથી, તેઓએ તરત જ કરવું જોઈએ. જો હાલમાં નિયત સમયમર્યાદા સમાપ્ત થાય છે, તો દંડમાં વધુ વધારો કરવામાં આવશે.

પડી શકે છે આ મુશ્કેલી
નાણા મંત્રાલય દ્વારા 28 માર્ચે જાહેર કરાયેલા નિવેદન અનુસાર, TDS અને TCS સંબંધિત સમસ્યાઓથી બચવા માટે, દરેક વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં તેના આધારને પાન કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ. જો લોકો આવું નહીં કરે, તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તેમને TDS અને TCS ક્લેમ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

1 જુલાઇથી પાન કાર્ડ થશે નિષ્ક્રિય
આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ, જે લોકોના નામ 1 જુલાઈ, 2017ની તારીખ સુધી પાન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને તેઓ આધાર કાર્ડ માટે પાત્ર છે, તેઓએ 31 માર્ચ, 2023 સુધીમાં આધાર અને પાનને લિંક કરાવવું જોઈએ. હાલમાં, PAN ને આધાર સાથે લિંક કરવાની અવધિ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, જેમણે તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કર્યા નથી, તેમનો PAN 1 જુલાઈ, 2023 થી નિષ્ક્રિય થઈ જશે.

30 જૂન સુધીમાં 1000નો દંડ ભરી લિંક કરવાનું રહેશે
દરેક વ્યક્તિ કે જેને 1 જુલાઈ, 2017 ના રોજ PAN ફાળવવામાં આવ્યો છે અને તે આધાર નંબર મેળવવા માટે પાત્ર છે, તેણે તેના આધારને લિંક કરવું જરૂરી છે. પહેલા તેને લિંક કરવાની તારીખ 31 માર્ચ 2023 હતી. PAN ને આધાર સાથે લિંક કરી શકાય છે અને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. હવે તેની તારીખ ફરી લંબાવવામાં આવી છે. હવે PAN ને 30 જૂન સુધી આધાર સાથે લિંક કરી શકાશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT