સપ્ટેમ્બરની શરૂઆતમાં જ આ બે બેંકોએ આપ્યો ગ્રાહકોને ઝટકો, ફરીથી આટલી મોંઘી થઈ Loan

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હી: સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ દેશની બે મોટી બેંકોએ પોતાના ગ્રાહકોને જોરદારનો ઝટકો આપ્યો છે. પંજાબ નેશનલ બેંક (PNB) અને ICICI બેંકે MCLRના વધારો કરવાની જાહેરાત કરી છે. આ બાદ તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે અને EMIનું ભારણ પણ વધી જશે.

લોનના રેટમાં 0.05 ટકાનો વધારો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં વધારો કર્યા બાદ તમામ બેંકોએ એક નહીં ઘણીવાર વ્યાજદરોમાં વધારો કર્યો છે. હવે વાત કરીએ પંજાબ નેશનલ બેંકની તો PNBએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેડિંગ રેટ્સ એટલે કે MCLRમાં 0.5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ બાદ મોટાભાગની કન્ઝ્યૂમર લોન મોંઘી થઈ ગઈ છે. નવા રેટ્સ 1લી સપ્ટેમ્બર 2022 ગુરુવારથી લાગુ થઈ ગયા છે. આ વધારા સાથે જ એક વર્ષ માટે MCLR 7.7 ટકા થઈ ગયો છે.

ફેરફાર બાદ શું હશે PNBના નવા રેટ્સ
પંજાબ નેશનલ બેંકે MCLRમાં જે 0.05 ટકાનો વધારો કર્યો છે, તે બાદ એક વર્ષ માટે MCLR હવે 7.65 ટકાથી વધીને 7.70 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત ત્રણ વર્ષ માટે MCLRનો રેટ 8 ટકા થઈ ગયો છે. એક મહિનો, ત્રણ મહિનો અને 6 મહિનાની લોન પર MCLR હવે 7.10 ટકાથી 7.40 ટકા વચ્ચે હશે.

ADVERTISEMENT

ICICI બેંકે આટલું ભારણ વધાર્યું
PNB ઉપરાંત ICICI બેંકે પણ તમામ ટેન્યોર માટે પોતાના MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ બેંકના નવા રેટ 1લી સપ્ટેમ્બરથી જ લાગુ થઈ ગયા છે. ICICIની વેબસાઈટ મુજબ, એક જ મહિના પહેલા MCLRના રેટ 7.65 ટકાથી વધીને 7.75 ટકા થઈ ગયો છે. આ સાથે જ 3 મહિના, 6 મહિનાના સમયગાળા પર MCLR રેટ વધારીને ક્રમશઃ 7.80 ટકા અને 7.95 ટકા કરી દેવાયો છે. અને 1 વર્ષ માટે MCLRને 7.90 ટકાથી વધારીને 8 ટકા કરી દેવાયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT