RBIની રેપો રેટમાં વધારાની જાહેરાત બાદ આ મોટી બેંકોએ આપ્યો ઝટકો, લોન થઈ મોંઘી
ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. આની અસર એક દિવસ બાદથી જ દેખાવા લાગી. પ્રાઈવેટ સેક્ટરની બેંક ICICI બેંકએ લોન આપવાના…
ADVERTISEMENT
ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. આની અસર એક દિવસ બાદથી જ દેખાવા લાગી. પ્રાઈવેટ સેક્ટરની બેંક ICICI બેંકએ લોન આપવાના વ્યાજ દરમાં વધારો કર્યો છે. સાથે જ સરકારી બેંક પંજાબ નેશનલ બેંકે પણ વ્યાજના દરોમાં વધારો કર્યો છે. શુક્રવારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે 0.50 ટકા રેપો રેટમાં વધારાની જાહેરાત કરી હતી, જે બાદ રેપો રેટ 5.40 ટકા પર પહોંચી ગયો છે.
ICICI બેંકની લોન થઈ મોંઘી
ICICI બેંકે એક નોટિફિકેશનમાં કહ્યું કે, એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (I-EBLR)ને રિઝર્વ બેંકે વધારેલા રેપો રેટ અનુરૂપ કરી દેવાયો છે. બેંકે કહ્યું કે, I-EBLR હવે 9.10 ટકા વાર્ષિક અથવા માસિક કરી દેવાયો છે. નવો રેટ 5 ઓગસ્ટ 2022થી જ અમલમાં આવી ગયો છે. સરકારી બેંક પંજાબ નેશનલ બેંકે પણ રેપો રેટથી સંબંધિત લોન રેટમાં વધારો કર્યો છે. આ કારણે હવે લોન મોંઘી થઈ જશે. EBLR તે વ્યાજ દર છે, જેનાથી ઓછા રેટ પર બેંક લોન આપવાની અનુમતિ નથી આપતી.
પંજાબ નેશનલ બેંકે પણ વ્યાજ દર વધાર્યા
પંજાબ નેશનલ બેંકે એક્સટર્નલ બેંચમાર્ક, રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)ને 7.90 ટકા કરી દીધો છે. PNBએ એક ફાઈલિંગમાં જણાવ્યું કે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારા બાદ રેપો લિંક્ડ લેંડિંગ રેટને 7.40 ટકાથી વધારીને 7.90 ટકા કરી દેવાયો છે. નવો રેટ 8 ઓગસ્ટથી અમલમાં આવી જશે.
ADVERTISEMENT
મોંઘવારી પર કાબૂ મેળવવાનો પ્રયાસ
મોંઘવારી પર કાબૂ મેળવવા માટે કેન્દ્રીય બેંકે રેપો રેટમાં વધારો કર્યો છે. મોંઘવારી દર 7 ટકાથી ઉપર છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, દુનિયાભરમાં મોંઘવારી રેકોર્ડ સ્તરે છે. ભારતમાં પણ લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. જૂન સતત એવો છઠ્ઠો મહિનો રહ્યો જ્યારે ખુદરા મોંઘવારી રિઝર્વ બેંકની અપર લિમિટથી વધારે રહી.
ADVERTISEMENT