ટાટા Punchની ટક્કરમાં હ્યુંડાઈની Exter SUV લોન્ચ, 6 એરબેગ્સ, 40થી વધુ સેફ્ટી ફીચર્સ અને કિંમત પણ ઓછી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દક્ષિણ કોરિયન કાર ઉત્પાદક હ્યુન્ડાઈએ આખરે સત્તાવાર રીતે તેની સૌથી સસ્તું SUV Hyundai Exter વેચાણ માટે આજે એટલે કે 10મી જુલાઈએ લોન્ચ કરી છે. તે કંપનીના પોર્ટફોલિયોમાં હાલની Venue કારની નીચે આવે છે. આ SUVને કુલ પાંચ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ આ SUVની પ્રારંભિક કિંમત 5.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ SUVનું સત્તાવાર બુકિંગ શરૂ કરી દીધું છે અને તેની ડિલિવરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

લૂક અને ડિઝાઇન પર એક નજર:
Hyundai Exter SUVને બોક્સી લુક અને ડિઝાઇન આપવામાં આવી છે, જે એકદમ ટ્રેન્ડી લાગે છે. તેના આગળના ભાગમાં પેરામેટ્રિક ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવી છે જે આ SUVને મોડર્ન અપીલ આપે છે. તેના આગળના ભાગમાં H-શેપ સિગ્નેચર LED ડે-ટાઇમ-રનિંગ લાઇટ DRL, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને સ્પોર્ટી સ્કિડ પ્લેટ્સ છે. આ સ્કિડ પ્લેટ્સ કારના વ્હીલ્સની ઉપર પણ દેખાય છે.

સાઇડ પ્રોફાઇલ પરની વાત કરીએ તો તે બ્લેક આઉટ વ્હીલ આર્ચ અને સાઇડ સિલ ક્લેડીંગ સાથે ડાયમંડ કટ એલોય વ્હીલ્સથી સજ્જ છે. Hyundai EXTERને ફ્લોટિંગ રૂફ ડિઝાઈન પણ મળે છે જેને પેરામેટ્રિક ડિઝાઈન કરેલા C-પિલર ગાર્નિશ અને સ્પોર્ટી બ્રિજ પ્રકારની રૂફ રેલ્સ સાથે આગળ વધારવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ SUV ઘણા યુવાનોને આકર્ષશે.

ADVERTISEMENT

Hyundai exter

અંદરથી કેવી દેખાય છે કાર?
તેની કેબિનમાં, કંપનીએ 8-ઇંચ (20.32 સેમી) HD ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી છે, આ સિવાય, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આ કારને વધુ પ્રીમિયમ બનાવે છે. કંપનીનો દાવો છે કે તેનો આધુનિક લેગરૂમ અને સ્પોર્ટી સેમી-લેધર અપહોલ્સ્ટરી તેની કેબિનને વધુ સારી બનાવે છે. નવી SUVને મલ્ટી-લેંગ્વેજ UAI સપોર્ટ (10 પ્રાદેશિક અને 2 આંતરરાષ્ટ્રીય ભાષાઓ) અને 7 એમ્બિયન્ટ સાઉન્ડ સાથે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે જે તેની પ્રોફાઇલને વધુ વધારવામાં મદદ કરે છે. Hyundai EXTER ક્રુઝ કંટ્રોલ જેવી સ્માર્ટ ફીચર્સથી સજ્જ છે.

ADVERTISEMENT

પાવર અને પરફોર્મેન્સ:
Hyundai Exter કંપની દ્વારા કુલ 3 અલગ-અલગ પાવરટ્રેન વિકલ્પો સાથે રજૂ કરવામાં આવી છે, જેમાં 1.2 લિટર કપ્પા પેટ્રોલ એન્જિન (E20 ફ્યુઅલ રેડી), 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (5MT) અને સ્માર્ટ ઓટો AMT (ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન) ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. આ સિવાય આ SUV 1.2 લીટર બાયો-ફ્યુઅલ કપ્પા પેટ્રોલ CNG એન્જિન સાથે પણ આવે છે, જેમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT

Hyundai Exter Interior

40થી વધુ સેફ્ટી ફિચર્સ:
Hyundai Exterના તમામ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને એન્ટ્રી ટ્રિમ્સ (E&S) પર એક વિકલ્પ તરીકે 26 સેફ્ટી ફીચર્સ આપેલા છે, જે તેને આ સેગમેન્ટની અન્ય કાર્સથી અલગ પાડે છે. તેમાં ESC (ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ), VSM (વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ) અને HAC (હિલ આસિસ્ટ કંટ્રોલ) જેવા ફીચર્સ આ સેગમેન્ટની કારમાં પહેલીવાર મળી રહ્યા છે.

વધુમાં, Hyundai Exterને 3-પોઇન્ટ સીટ બેલ્ટ અને સીટબેલ્ટ રીમાઇન્ડર (તમામ સીટો માટે), કીલેસ એન્ટ્રી, એન્ટી-લોક બ્રેકીંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), રીઅર પાર્કિંગ સેન્સર્સ, ESS, બર્ગલર અલાર્મ અને ઘણા અન્ય ફીચર્સ મળે છે. આ ફીચર્સ તમામ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.

સુરક્ષામાં વધુ એક બેન્ચમાર્ક બનાવવા માટે, Hyundai EXTER 40 થી વધુ અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. જેમાં હેડલેમ્પ એસ્કોર્ટ ફંક્શન, ઓટો હેડલેમ્પ્સ, ISOFIX, રિયર ડિફોગર અને રિયર પાર્કિંગ કેમેરાનો સમાવેશ થાય છે. વધુમાં, Hyundai EXTER ને ડ્યુઅલ કેમેરા સાથે ડેશકેમ, TPMS (હાઈલાઈન) અને બર્ગલર એલાર્મ જેવા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ પણ મળે છે.

Hyundai Exter

સનરૂફ અને ડેશકેમ:
આ એસયુવીમાં જે સનરૂફ આપવામાં આવી છે તે વોઈસ-ઈનેબલ્ડ છે અને ‘ઓપન સનરૂફ’ અથવા ‘I want to see the Sky’ જેવા કમાન્ડ આપવા પર, આ સનરૂફ તરત જ પ્રતિક્રિયા આપે છે. કંપની આ SUVને નવા રંગમાં રજૂ કરી રહી છે, જેને કંપનીએ ‘રેન્જર ખાકી’ નામ આપ્યું છે. આ પેઇન્ટ સ્કીમ ભારતમાં પહેલીવાર Exter સાથે ઓફર કરવામાં આવી રહી છે.

Exterમાં ડેશકેમ પણ આપવામાં આવી રહ્યું છે, જે તેને સેગમેન્ટમાં યુનિક બનાવે છે. આ કેમેરા કારની આગળ અને પાછળ બંને બાજુની સ્થિતિ પર નજર રાખે છે. તેનો ઉપયોગ વિવિધ રીતે થઈ શકે છે જેમ કે ડ્રાઈવિંગ (સામાન્ય), ઘટના (સુરક્ષા) અથવા વેકેશન (ટાઈમ-લેપ્સ) વગેરે. કેમેરા માટે કેટલાક રેકોર્ડિંગ મોડ આપવામાં આવી રહ્યા છે, જે ફુલ HD વિડિયો રિઝોલ્યુશન સાથે આવે છે.

આ કાર્સ સાથે માર્કેટમાં હશે ટક્કર:
બજારમાં, આ SUV મુખ્યત્વે Tata Punch, Renault Kiger અને Nissan Magnite જેવા મોડલ સાથે સ્પર્ધા કરશે. જો કે, CNG પાવરટ્રેનની રજૂઆતને કારણે, આ SUV એક ધાર જાળવી રહી છે. ટાટા મોટર્સે છેલ્લા ઓટો એક્સપોમાં તેની પંચ સીએનજી પણ રજૂ કરી છે. પરંતુ હજુ સુધી તેના લોન્ચ વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. ટાટા પંચને ડ્યુઅલ સિલિન્ડર ટેક્નોલોજી સાથે રજૂ કરવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT