Global Rich List 2024: મુંબઈ બન્યું એશિયાનું અબજોપતિઓનું શહેર, બેઈજિંગ પાસેથી છીનવ્યો નંબર-1 નો તાજ, હવે માત્ર ન્યૂયોર્ક-લંડન જ આગળ
Hurun Research 2024 Global Rich List: શાંઘાઈ સ્થિત હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (Hurun Global Rich List 2024) એ અબજોપતિની કેપિટલ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર હવે મુંબઈ અબજોપતિઓની રાજધાની બની ગયું છે. આ પહેલા ચીનની રાજધાની બેઈજિંગ આ સ્થાન પર હતી.
ADVERTISEMENT
Hurun Research 2024 Global Rich List: શાંઘાઈ સ્થિત હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (Hurun Global Rich List 2024) એ અબજોપતિની કેપિટલ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર હવે મુંબઈ અબજોપતિઓની રાજધાની બની ગયું છે. આ પહેલા ચીનની રાજધાની બેઈજિંગ આ સ્થાન પર હતી. એટલું જ નહીં આ યાદીમાં મુંબઈ વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓની સંખ્યા ધરાવતું ત્રીજા નંબરનું શહેર બની ગયું છે. રિપોર્ટ અનુસાર, 119 અરબપતિઓની આ યાદીમાં ન્યૂયોર્ક પ્રથમ સ્થાને છે. આ પછી, લંડનમાં 97 અબજોપતિ છે અને તે યાદીમાં બીજા સ્થાને છે, જ્યારે ભારતની વાણિજ્યિક રાજધાની મુંબઈ 92 અબજપતિઓ સાથે ત્રીજા સ્થાને છે.
મુંબઈએ બેઈજિંગને પાછળ છોડી દીધું
શાંઘાઈ 87 અબજોપતિ સાથે પાંચમા, શેનઝેન 84 અબજોપતિ સાથે છઠ્ઠા અને હોંગકોંગ 65 અબજોપતિ સાથે સાતમા ક્રમે છે. મુંબઈ પ્રથમ વખત એશિયાની અબજોપતિ રાજધાનીઓમાં પ્રથમ સ્થાને પહોંચ્યું છે. હુરુન રિસર્ચ રિપોર્ટ અનુસાર, બેઇજિંગમાં અબજોપતિઓની સંખ્યા 91 છે, જ્યારે 92 અબજોપતિ મુંબઈમાં રહે છે. જો ભારતના અબજપતિઓની સંખ્યાની વાત કરવામાં આવે તો 271 છે.
ADVERTISEMENT
મુંબઈમાં આટલા નવા અબજોપતિઓનો ઉમેરો
જોકે, મુંબઈનું આગળ નીકળવા પાછળ બે કારણોસર છે. જ્યાં એક તરફ મુંબઈમાં 26 નવા અબજોપતિ ઉમેરવામાં સફળતા મળી છે, ત્યાં જ ચીનની રાજકીય અને સાંસ્કૃતિક રાજધાની બેઈજિંગમાં 18 અબજપતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. મુંબઈના અબજોપતિઓની કુલ સંપત્તિ $445 બિલિયન છે, જે ગયા વર્ષ કરતાં 47 ટકા વધુ છે, જ્યારે બેઇજિંગના અબજોપતિઓની કુલ સંપત્તિ $265 બિલિયન છે, જે 28 ટકા ઓછી છે. મુંબઈના સંપત્તિ ક્ષેત્રોમાં ઊર્જા અને ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે જેમાં મુકેશ અંબાણી જેવા અબજોપતિના નામ સામેલ છે, જ્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજ મંગલ પ્રભાત લોઢાની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે.
અમીર લોકોની યાદીમાં અદાણી 15મા ક્રમે
જો અદાણી ગ્રુપની વાત કરવામાં આવે તો અમીર લોકોની યાદીમાં 15મા ક્રમે છે અને અબજોપતિઓની યાદીમાં અંબાણી પછીના ભારતીય છે. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 86 અબજ ડોલર છે. અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં વધારાને કારણે તેમની સંપત્તિમાં 33 અબજ ડોલરનો વધારો થયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT