Hindenberg ના ધડાકા બાદ આવતીકાલે શેરબજારમાં શું થશે? જાણો Experts એ શું કહ્યું
Hindenburg Report Impact on Share Market: હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ચેરપર્સન માધવીપુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચ સામે કરાયેલા ગંભીર આરોપોએ ભારતીય શેરબજારમાં નવી ચર્ચા જગાવી છે
ADVERTISEMENT
Hindenburg Report Impact on Share Market: હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ચેરપર્સન માધવીપુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચ સામે કરાયેલા ગંભીર આરોપોએ ભારતીય શેરબજારમાં નવી ચર્ચા જગાવી છે. અદાણી ગ્રૂપ સામેના તેમના અગાઉના આરોપો બાદ હિંડનબર્ગનો આ નવો આરોપ ભારતીય શેરબજાર માટે મોટો પડકાર બની શકે છે. કહેવાય છે કે આવતીકાલે શેરબજાર પર તેની અસર જોવા મળશે. ચાલો જાણીએ કે આ બાબતે નિષ્ણાતોનું શું માનવું છે...
નિષ્ણાતો શું કહે છે?
શેરબજારના વિશ્લેષકો માને છે કે, આ બાબત બજારમાં થોડી ઉથલપાથલ સર્જી શકે છે, પરંતુ મોટા પાયે ઘટાડાની શક્યતા ઓછી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માત્ર આરોપો છે અને હજુ સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. સુનીલ સુબ્રમણ્યમ નામના વિશ્લેષક અનુસાર, શેરબજારમાં આની પ્રતિક્રિયા જોવા મળશે પરંતુ તે જ સમયે રોકાણકારો માટે નવી તકો પણ ઊભી થશે. હિન્ડેનબર્ગની શોર્ટ સેલિંગ સ્ટ્રેટેજીને કારણે, કેટલાક અન્ય ખેલાડીઓ પણ બજારમાં વેચવાલી કરી શકે છે. આ સિવાય અન્ય એક અંબરીશ બલિગા નામના વિશ્લેષકનું માનવું છે કે બજારમાં શરૂઆતમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ બાદમાં સુધારો થઈ જશે. જો માધવી પુરી બુચને આ આરોપોને કારણે પદ છોડવું પડે તો સમસ્યા ગંભીર બની શકે છે.
બજાર પર શું થશે અસર?
બજારનો ટ્રેન્ડ પ્રારંભિક તબક્કામાં લાલ રંગ પર જોવા મળી શકે છે અને ત્યારબાદ ફરી માર્કેટ સ્ટેબલ જોવા મળી શકે છે. જોકે, લાંબાગાળાના રોકાણકારોનું વલણ મહત્ત્વનું રહેશે. જો તેઓ બજારમાં વિશ્વાસ જાળવી રાખે તો બજાર ટૂંક સમયમાં સ્થિર થઈ શકે છે. બાકી માર્કેટ ક્રેશ થઈ શકે છે. સેબી આ મામલે શું પગલાં લે છે તેની પણ બજાર પર અસર થશે. જ્યારે વૈશ્વિક બજારોની સ્થિતિ, રૂપિયાનો વિનિમય દર અને અન્ય આર્થિક સંકેતો પણ બજારને પ્રભાવિત કરી શકે છે. આ બધું જોઈને હિંડનબર્ગના અહેવાલથી આવતીકાલે શેરબજારમાં બોમ્બ ધડાકો થશે તે કહેવું મુશ્કેલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT