મોંઘવારીમાં ઘટાડો નોંધાતા અર્થવ્યવસ્થાનું જોખમ ઓછુ થશે, ઉચ્ચ ફુગાવો આદર્શ કે માનક નહીં બને

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ભૌગોલિક રાજકીય સંકટમાં વધારો એ ભારતીય અર્થવ્યવસ્થા માટે સૌથી મોટું જોખમ છે, જે કોરોના મહામારીના આંચકામાંથી બહાર આવીને ઝડપી વિકાસના માર્ગ પર છે. ખાસ કરીને જ્યારે આ તણાવ કે કટોકટી એશિયાઈ ક્ષેત્રમાં ફેલાઈ છે.  ઉચ્ચ ફુગાવો ભારતમાં ચોક્કસપણે આદર્શ કે માનક બનશે નહીં.

છેવટે, ફુગાવો અને તેના વધારા અંગેની આશંકા પણ ભારતમાં અને વૈશ્વિક સ્તરે ઓછી થતી જોવા મળે છે. આ ભારતીય અર્થવ્યવસ્થા માટેના એક મોટા અવરોધને ઘટાડશે. તેમણે ઘણાં કારણો દર્શાવીને સાવચેતીપૂર્વક સ્થાનિક અર્થતંત્ર વિશે હકારાત્મક આશાવાદ વ્યક્ત કર્યો હતો.

નિકાસ મોરચે આંચકો આવી શકે છે
એમપીસીના સભ્યએ જણાવ્યું હતું કે, રોગચાળા પછી, વપરાશ-માગ સુધરી રહી છે. જો કે, તમામ ક્ષેત્રો અને ઉદ્યોગોમાં સુધારાની ગતિ સરખી નથી. ક્ષમતાનો ઉપયોગ વધી રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. તે હવે એવા સ્તરે પહોંચી રહ્યું છે કે જ્યાં બિઝનેસને વિસ્તરણ માટે મૂડી ખર્ચ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે વર્તમાન પરિસ્થિતિમાં દેશની નિકાસ અગાઉ જેટલી પ્રોત્સાહક નહીં હોય.

ADVERTISEMENT

મોટાભાગની બેંકો સરકારી હોવાથી સ્થિતિ બેકાબૂ બની નથી. જોખમનો સામનો કરવા માટે ઉદ્યોગને સંચાલિત કરતા કાયદાનું પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર છે.

સ્ટેટિસ્ટિકલ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષે જણાવ્યું હતું કે, “ભારતીય બેંકોએ બ્રિટિશ મોડલ અપનાવ્યું છે અને કાયદાઓ બેંકોને મૂડીબજારમાંથી ઉધાર લેવાની મંજૂરી આપતા નથી.” આમ તેમના માટે થાપણો જ અનિવાર્યપણે નાણાંનો એકમાત્ર સ્ત્રોત છે. હાલમાં વર્કિંગ કેપિટલ ફાઇનાન્સ લગભગ 35 ટકા પર આવી ગયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT