HDFC બેન્કે ગ્રાહકોને જોરદાર ફટકો આપ્યો! તમારા હોમ લોનની EMI તો નથી વધીને! જાણો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ HDFC બેન્કે પોતાના ગ્રાહકોને જોરદાર ઝાટકો આપ્યો છે. બેન્કે હાઉસિંગ લોન પર તેના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં ફેરફાર કર્યો છે. બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે 20 ડિસેમ્બર 2022થી, તેણે તેના પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં 35 બેસિસ પોઈન્ટ એટલે કે 0.35 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારા બાદ હવે હોમ લોનનો ન્યૂનતમ દર વધીને 8.65 ટકા થઈ ગયો છે. એચડીએફસી અનુસાર, હોમ લોન પર 8.65 ટકાનો વ્યાજ દર ફક્ત તે ગ્રાહકો માટે જ લાગુ થશે જેમનો ક્રેડિટ સ્કોર 800 કે તેથી વધુ હશે.

EMIમાં સતત વધારો…
આ વર્ષે મે મહિનાથી અત્યાર સુધીમાં HDFC બેંન્કે તેના લોનના દરમાં 2.25 ટકા સુધીનો વધારો કર્યો છે. ફરી એકવાર વધારા બાદ હોમ લોન વધુ મોંઘી થશે. હોમ લોન પર વ્યાજ દર વધવાને કારણે લોકોની EMI વધે છે. વધેલી EMIના ભારને ઘટાડવાનો એક રસ્તો છે લોનની મુદત વધારવી. સામાન્ય રીતે, બેન્કો પણ ગ્રાહક લોનની મુદત વધારવા માંગે છે.

HDFCએ પણ ગયા મહિને પ્રાઇમ લેન્ડિંગ રેટમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. HDFCએ તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે એડજસ્ટેબલ રેટ હોમ લોન (ARHL) ફ્લોટિંગ અથવા વેરિયેબલ રેટ લોન તરીકે પણ ઓળખાય છે. ARHLનો બેન્ચમાર્ક દર RPLR સાથે જોડાયેલો છે.

ADVERTISEMENT

RBIએ રેપો રેટમાં વધારો કર્યો…
ભારતીય રિઝર્વ બેન્કે થોડા સમય પહેલા રેપો રેટમાં વધારો કર્યો હતો. ત્યારથી દેશની ખાનગી અને સરકારી બેંકોએ તેમની લોન મોંઘી કરી દીધી છે. રિઝર્વ બેંક દ્વારા ફુગાવાને અંકુશમાં લેવા માટે લેવામાં આવેલા પગલાની અસર લોનના દરો પર પડી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT