BSNL/MTNLને ડૂબતી બચાવવા સરકારનો આ છે પ્લાન, BBNL સાથેના મર્જરને મંજૂરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં BSNL (ભારતીય સંચાર નિગમ લિમિટેડ) માટે એક મોટી જાહેરાત કરી છે. સરકારે BSNL અને BBNL ના વિલય પ્રસ્તાવ પર પોતાની મહોર લગાવી દીધી છે. કેન્દ્ર સરકારની કેબિનેટે BSNLને ફરી બેઠી કરવા માટે 1.64 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી. તેમણે કહ્યું કે, BSNL સરકારી ગેરંટીવાળા બોન્ડ જારી કરવાની મંજૂરી સાથે જ બોન્ડની ગેરંટી ફી માફ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવો પર પણ સરકારની મહોર
કેબિનેટે આ સાથે જ બીએસએનએલ/એમટીએનએલ ડેટ રીસ્ટ્રક્ચરિંગ પ્રસ્તાવને પણ પોતાની મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, બીએસએનએલ અત્યાર સુધી જિલ્લાથી બ્લોક સુધીનું નેટવર્કને મેનેજ કરે છે. જ્યારે બ્લોકથી પંચાયત સુધીનું નેટવર્ક ભારત બ્રોડબેન્ડ નિગમ લિમિટેડ (BBNL) મેનેજ કરતું હતું.

BSNLની સેવાઓ વધશે
આ વિલયથી બીએસએનએલની સેવાઓનો વિસ્તાર થશે અને ઝડપથી તેની બેલેન્સ શીટ પરનું ભારણ ઘટાડવા અને ફાઈબર નેટવર્કને વધારવાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેનાથી ગ્રામિણ વિસ્તારોમાં તેની સેવાઓનો વિસ્તાર કરવામાં કંપનીને મદદ મળશે.

ADVERTISEMENT

4G સેવાઓ શરૂ કરી શકાશે
આ વિલયના પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ હવે બીએસએનએલની હાલની સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવા, 4જી સેવાઓ શરૂ કરવા અને નાણાંકીય રૂપથી સક્ષમ થશે. સરકારના આ નિર્ણય બાદ આશા છે કે આ બેઠી કરવાની યોજના લાગુ થવા સાથે બીએસએનએલ નાણાંકીય વર્ષ 20026-27માં ટર્ન અરાઉન્ડ અને લાભ મેળવશે.

    follow whatsapp

    ADVERTISEMENT