પેટ્રોલ-ડીઝલ GST હેઠળ લાવવા અંગે કેન્દ્ર સરકારનું મોટું નિવેદન, જો આમ થયું તો 1 લિટરે કેટલાનો ફાયદો થશે?
GST on Petrol-Diesel: પેટ્રોલ અને ડીઝલ પર GSTને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો રહ્યો છે અને હવે તે રાજ્યો પર છે કે તેઓ સાથે મળીને તેના દર નક્કી કરે.
ADVERTISEMENT
GST on Petrol-Diesel: પાછલા શનિવારે એટલે કે 22 જૂને GST કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. મોદી 3.0 સરકારની આ પહેલી GST કાઉન્સિલની બેઠક હતી. કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પેટ્રોલ અને ડીઝલ પર GSTને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો રહ્યો છે અને હવે તે રાજ્યો પર છે કે તેઓ સાથે મળીને તેના દર નક્કી કરે.
પેટ્રોલ-ડીઝલ પર GST રેટ રાજ્યોને નક્કી કરવાનો રહેશે
નાણા મંત્રીએ કહ્યું, પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ પેટ્રોલ-ડીઝલને જીએસટીના કાયદામાં સમાવેશ કરવાનું પહેલું પ્રાવધાન કર્યું હતું. હવે ફક્ત રાજ્યોએ એક સાથે આવી ચર્ચા કરી ટેક્સ દર નક્કી કરવાનો છે. સીતારમણે કહ્યું,"જીએસટીનો ઉદ્દેશ્ય,જેમ કે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી લાવ્યા હતા,પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવો હતો. હવે આ રાજ્ય પર નિર્ભર છે કે તે દર નક્કી કરે. મારા અગાઉનો ઈરાદો બહુ સ્પષ્ટ હતો, અમને ઈચ્છીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલ GSTમાં આવે.
પેટ્રોલ-ડીઝલમાં 28 ટકા GST લાગે તો કેટલું સસ્તું થઈ શકે?
અમદાવાદમાં હાલ પેટ્રોલની કિંમત 94.44 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 90.11 રૂપિયા છે. હાલમાં પેટ્રોલ પર અંદાજે 35 રૂપિયા જેટલો ટેક્સ ચાર્જ કેન્દ્ર અને રાજ્ય સરકાર વસૂલે છે. જે મૂળ કિંમતમાંથી બાદ કરીએ તો પેટ્રોલની કિંમત 55.46 રૂપિયા થાય. જો તેના પર 28 ટકા GST સ્લેબ લાગુ કરાય તો પ્રતિ લીટરે 15.58 રૂપિયા વધારે ચૂકવવા પડે, ઉપરાંત ડીલરનું કમિશન પણ તેમાં ઉમેરાય છે અને તે 75 રૂપિયા પ્રતિ લીટરે મળે તેવું અનુમાન છે.
ADVERTISEMENT
આવી જ રીતે ડીઝલની વાત કરીએ તો તેના પર 33.91 રૂપિયા ટેક્સ વસૂલવામાં આવે છે, અને તેની મૂળ કિંમત અંદાજે 56.20 રૂપિયા થાય છે. જો તેના પર 28 ટકા GST લગાવાય તો 15.73 રૂપિયા વધૂ આપવા પડશે. આમ તેની કુલ કિંમત 72 રૂપિયા આસપાસ આવી શકે છે.
આ 5 વસ્તુઓ પર અત્યારે GST નથી લાગતો
જ્યારે 1 જુલાઈ 2017માં જીએસટી લાગૂ કરવામાં આવ્યો હતો, તેમાં એક ડઝનથી વધુ કેન્દ્રીય અને રાજ્ય શુલ્ક શામેલ હતા, તો પાંચ વસ્તુઓ- ક્રૂડ ઓઈલ, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ને જીએસટી કાયદામાં સામેલ કરવામાં આવ્યું હતું, પણ પછી એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આના પર જીએસટી હેઠળ ટેક્સ લાગશે.
ADVERTISEMENT
સરકાર આને GSTમાં લગાવા પહેલાથી છે તૈયાર
આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર તેમના પર તે ઉત્પાદ પર શુલ્ક લાગાવતી રહી, જ્યારે રાજ્ય સરકારો વેટ વસૂલતી રહી. આ ટેક્સમાં, ખાસ કરીને ઉત્પાદ શુલ્કમાં સમયે-સમયે વધારો કરવામાં આવ્યો છે. સીતારમણે કહ્યું કે, GST લાગુ કરતી સમયે કેન્દ્ર સરકારનો ઈરાદો હતો કે આખરે પેટ્રોલ અને ડીઝલને પણ GSTના દાયરામાં લાવવામાં આવશે.
ADVERTISEMENT
રાજ્ય સરકારને સહમત થવું પડશે
તેમણે કહ્યું ,"આ વાતનો પ્રાવધાન પહેલાથી જ કરવામાં આવ્યો છે કે તેને GSTમાં સામેલ કરી શકાય છે. એક માત્ર નિર્ણય જે અપેક્ષિત છે કે રાજ્યો સહમત થાય અને GST કાઉન્સિલમાં આવે અને પછી નક્કી કરે કે તેઓ ક્યા દર પર સહમત છે." સીતારમને 53મી GST કાઉન્સિલની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે, "એકવાર રાજ્યો કાઉન્સિલમાં સહમત થઈ જાય, તો તેમને આ નક્કી કરવું પડશે કે દર શું હશે. એકવાર આ નિર્ણય લેવામાં આવે, ત્યાકબાર કાયદામાં મૂકવામાં આવશે.
ADVERTISEMENT