Gold Rate Today: સોનાના ભાવમાં તોફાની તેજી, તોડી નાખ્યા તમામ રેકોર્ડ; જુઓ લેટેસ્ટ ભાવ

ADVERTISEMENT

Gold Rate Today
સોનાના ભાવ પહોંચ્યા સાતમા આસમાને
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સોનાએ નવો ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ બનાવ્યો

point

સોનાનો ભાવ 70 હજાર રૂપિયાને પાર

point

24 કેરેટ સોનાની કિંમતમાં 600 રૂપિયાનો વધારો

Gold Rate Today: શું તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જરા રાહ જુઓ કારણ કે આજે સોનાએ નવો ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ બનાવ્યો છે. જી હાં, આજે સોનાનો ભાવ 70 હજાર રૂપિયાને વટાવી ગયો છે. 24 કેરેટ સોનાની કિંમતમાં 600 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ ચાંદીમાં પણ છેલ્લા ઘણા દિવસોથી સતત તેજી જોવા મળી રહી છે. આજે ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો છે, ત્યારબાદ ચાંદી 82000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ચાલો જાણીએ આજના લેટેસ્ટ ભાવ...

24, 22 અને 18 કેરેટ સોનાનો ભાવ?

ગુડ રિટર્ન્સની વેબસાઈટ અનુસાર, આજે દેશમાં 24 કેરેટ સોનાની કિંમત 70,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે આજે 22 કેરેટ સોનાનો ભાવ 64,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર યથાવત છે. જ્યારે 18 કેરેટ સોનાની કિંમતમાં 410 રૂપિયાનો વધારો થયો છે, જે બાદ તેની કિંમત 52,850 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ચાંદીના લેટેસ્ટ ભાવ

ચાંદીની વાત કરીએ તો રાષ્ટ્ર સ્તરે ચાંદીની કિંમતમાં 1000 રૂપિયાનો વધારો થયો છે, ત્યારબાદ ચાંદીની કિંમત 82000 રૂપિયા પ્રતિ કિલો પર છે. ગઈકાલે ચાંદીનો ભાવ 81000 રૂપિયા પ્રતિ કિલો હતો.

ADVERTISEMENT

5 મોટા શહેરોમાં સોનાનો ભાવ


- મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 64,600, 24 કેરેટ સોનાનો ભાવ 70,470 અને 18 કેટેર સોનાનો ભાવ 52,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 
- દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 64,750, 24 કેરેટ સોનાનો ભાવ 70,620 અને 18 કેટેર સોનાનો ભાવ 52,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 
- અમદાવાદમાં  22 કેરેટ સોનાનો ભાવ 64,650, 24 કેરેટ સોનાનો ભાવ 70,520 અને 18 કેટેર સોનાનો ભાવ 52,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 
- સુરતમાં  22 કેરેટ સોનાનો ભાવ 64,650, 24 કેરેટ સોનાનો ભાવ 70,520 અને 18 કેટેર સોનાનો ભાવ 52,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 
- ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 65,450, 24 કેરેટ સોનાનો ભાવ 71,400 અને 18 કેટેર સોનાનો ભાવ 53,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

કેમ વધી રહ્યા છે સોનાના ભાવ?

કેટલાક એક્સપર્ટ્સનું કહેવું છે કે સોનાના ભાવમાં વધારો થવાનું કારણ વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ઝડપી ખરીદી છે. તો કેટલાકનું કહેવું છે કે 2024માં આખી દુનિયામાં મંદી આવી શકે છે. બીજી તરફ ક્રિપ્ટોમાં વધારો સોનાના ભાવ પર પણ અસર કરી રહ્યો છે. જ્યારે સોનાની સરખામણીમાં ચાંદીમાં તેટલો વધારો થયો નથી.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT