Gold Rate: અચાનક 4500 રૂપિયા મોંઘુ થયું સોનું, જાણો કયાં સુધીમાં 1 લાખ થઈ જશે ભાવ!

ADVERTISEMENT

Gold Rate
શું 1 લાખને વટાવી જશે સાનાનો ભાવ?
social share
google news

Gold Rate: લગ્નસરાની સિઝનની શરૂઆત પહેલા જ સોનાના ભાવ  (Gold Rate)માં તોફાની તેજી જોવા મળી રહી છે. બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ  (Gold Rate) ઝડપથી વધી રહ્યો છે. માત્ર 7 ટ્રેડિંગ દિવસોમાં જ સોનું 4580 રૂપિયા મોંઘુ થયું છે, જ્યારે ચાંદીની કિંમતમાં 7973 રૂપિયાનો વધારો થયો છે. મંગળવારે દેશભરમાં સોનાનો સરેરાશ ભાવ (એવરેજ રેટ) ઓલ ટાઈમ હાઈ 71,832 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો અને ચાંદીનો ભાવ 82,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો. 

બુધવારે પણ જોવા મળી તેજી

બુધવારે પણ સોના અને ચાંદીના ભાવમાં (Gold-Silver Rate) તેજી યથાવત્ છે. સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે 24K સોનું રૂપિયા 72050 પ્રતિ 10 ગ્રામના ભાવે ખુલ્યું હતું, જ્યારે 1kg ચાંદીની કિંમત 82468 રૂપિયા હતી. સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ (Silver-Gold Rate on All Time High)  સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે દિલ્હીમાં સોનાનો ભાવ 140 રૂપિયા વધીને 71,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે સોમવારે સોનું 71,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

7 દિવસમાં 4580 રૂપિયા થયું મોંઘુ

છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવ (Gold Rate)માં થયેલા ભારે વધારાને કારણે લગ્નસરાની સિઝન શરૂ થાય તે પહેલા જ પીળી ધાતુ મોંઘી થઈ ગઈ છે. સાત દિવસમાં સોનાની કિંમતમાં 4580 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

સોના-ચાંદીના ભાવ આટલા કેમ વધ્યા?

નિષ્ણાતોએ કહ્યું કે, વિદેશી બજારોમાં મજબૂતીના સંકેતો જોવા મળી રહ્યા છે, જેના કારણે ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. દિલ્હીની બજારોમાં 24 કેરેટ સોનાની કિંમત 72050 પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ પર પહોંચી ગઈ છે, જે અગાઉના બંધ ભાવ કરતાં લગભગ રૂ. 300 વધુ હતી. અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 72160 રૂપિયા છે. તો ગઈકાલે અમદાવાદમાં સોનાની કિંમત 71780 હતી

સોનું રૂ.1 લાખને ક્યારે પાર કરશે?

મુથુટ ફાઇનાન્સે ગોલ્ડ રેટ અંગે ટાર્ગેટ આપ્યો છે. તેણે કહ્યું છે કે સોનાની કિંમતમાં આ વધારો આગળ પણ ચાલુ રહેશે અને વર્ષ 2029 સુધીમાં સોનાની કિંમત 1 લાખ રૂપિયાને પાર કરી જશે અને 1,01,786 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ જશે. વર્ષ 2028માં સોનાની કિંમત 92,739 રૂપિયા અને વર્ષ 2030માં સોનાની કિંમત 1,11,679 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હશે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT