Gold Prices Today in Gujarat: બજેટ બાદ સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Prices Today in Gujarat: સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકોને બજેટમાં મોટી રાહત મળી છે. વાસ્તવમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સોના અને ચાંદી પર બેસિક કસ્ટમ ડ્યુટીને 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધી છે.
ADVERTISEMENT
Gold Prices Today in Gujarat: સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકોને બજેટમાં મોટી રાહત મળી છે. વાસ્તવમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સોના અને ચાંદી પર બેસિક કસ્ટમ ડ્યુટીને 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધી છે. આ ઉપરાંત એગ્રી સેસ 5% થી ઘટાડીને 1% કરી દેવામાં આવ્યો છે. આ રીતે કુલ કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટીને 6 ટકા થઈ ગઈ છે. નિષ્ણાતો માની રહ્યા છે કે સરકારના આ પગલાથી આવનારા સમયમાં સોનાના ભાવમાં ઘટાડો થશે, જેની ઝલક બજેટના દિવસે જોવા મળી છે. જે સોનું 74-75 હજાર રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું, તે બેજેટના દિવસે મંગળવારે 70,000 રૂપિયાની નીચે આવી ગયું. સોના પર લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પણ ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે.
બજેટના બીજા દિવસે સોનાની કિંમત ઘટી
આજે બજેટના બીજા જ દિવસે સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલના ભાવ સાથે સરખામણી કરીએ તો 10 ગ્રામ સોનાની કિંમતમાં 2300 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. બુધવારે દિલ્હી, મુંબઈ, બિહાર, યુપી જેવા રાજ્યોમાં સોનાનો ભાવ 71000 રૂપિયાની આસપાસ આવી ગયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,000 રૂપિયા છે. મુંબઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાની કિંમત 70,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચેન્નાઈમાં 71,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીની વાત કરીએ તો તેની કિંમત 87,900 રૂપિયા પ્રતિ કિલો છે. તેમાં પણ 4000 રૂપિયા સુધીનું કરેક્શન આવ્યું છે. ચાલો જાણીએ ગુજરાતના મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની રિટેલ કિંમત શું છે...
અમદાવાદમાં શું છે કિંમત?
અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 64,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 70,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ADVERTISEMENT
રાજકોટમાં આજે સોનાનો ભાવ
રાજકોટમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 65000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 70,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સુરતમાં શું ચાલી રહ્યો છે ભાવ?
સુરતમાં પણ 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 64,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 70,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ADVERTISEMENT
વડોદરામાં શું છે આજનો સોનાનો ભાવ?
હાલમાં વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 65000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 70,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ADVERTISEMENT
ચાંદીના ભાવમાં પણ ઘટાડો
આપને જણાવી દઈએ કે, બજેટ બાદ સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. આજે 100 ગ્રામ ચાંદી 8,750 રૂપિયા પર વેચાઈ રહી છે. જ્યારે 1000 ગ્રામ ચાંદી 87,500 પર વેચાઈ રહી છે.
(ગુજરાતના શહેરોમાં સોનાના ભાવ goodreturns પર અપાયેલી માહિતીના આધારે લખવામાં આવ્યા છે.)
ADVERTISEMENT