Gold price: સોનામાં આગ ઝરતી તેજી, પ્રથમ વખત રૂ. 65,000ની સપાટી વટાવી, જાણો શું છે કારણ

Gujarat Tak

ADVERTISEMENT

સોના-ચાંદીના ભાવે નવો રેકોર્ડ સર્જ્યો
Gold price today
social share
google news

Gold price today: દિવસેને દિવસે સોના અને ચાંદીના ભાવ આશ્માને પહોંચી રહ્યા છે. એવામાં આજે સોના અને ચાંદીના ભાવે નવો રેકોર્ડ સર્જ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડનો ભાવ પ્રતિ 10 ગ્રામ 65,298 પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 

સોના-ચાંદીના ભાવે નવો રેકોર્ડ સર્જ્યો

MCX પર સોનાનો ભાવ આજે 65,205 પ્રતિ 10 ગ્રામના લેવલ પર ખુલ્યો ત્યારે ટ્રેડ કરી રહ્યો હતો જયારે ઈન્ટ્રા ડેમાં 65,298 રૂપિયાને ટચ કરી ગયો. તો બીજી તરફ ચાંદીની વાત કરવામાં આવે તો 74190 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો. 

શા માટે સોનાનો ભાવ અચાનક આટલો વધ્યો

સોનાના ભાવ વધવા પાછળ મુખ્ય રૂપે આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે. જેમાં મુખ્યત્વે કારણ જોઈએ તો જે સ્પોર્ટ ગોલ્ડ રેટ છે જે પાછલા સપ્તાહમાં 2045 ડોલર હતો જે આજે વધીને 2150 ડોલર ઉપર જતો રહ્યો છે.  એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનામાં 100 ડોલર જેટલો વધારો નોંધાયો છે જેની સીધી અસર સ્થાનિક સોનાના બજાર ઉપર પડી છે. એટલે એમ કહી શકાય કે જે ભાવ 64000ની આસપાસ હતો તે આજે અમદાવાદમાં 67,200 ની આસપાસ આવી ગયો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT