Gold Rate: જુલાઈમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા, ઓગસ્ટમાં તેજીની શક્યતા; જાણો આજની કિંમત
Todays Gold Rate in Ahmedabad: ઓગસ્ટ મહિનો શરૂ થયો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT

Todays Gold Rate in Ahmedabad: ઓગસ્ટ મહિનો શરૂ થયો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ નરમ ઘરાકી તેમજ પ્રોફિટ બુકિંગનો માહોલ માનવામાં આવી રહ્યો છે. જો પાછળના મહિનાની વાત કરવામાં આવે એટલે જુલાઈ મહિનામાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા હતા. બજેટમાં થયેલી ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત બાદ આ ઘટાડો જોવા મળ્યો હતો. ગત મહિને આશરે 2.96 ટકા સોનાની કિંમત અને 6.66 ટકા ચાંદીની કિંમતમાં ઘટાડો થયો હતો.
જુલાઈ બાદ ઓગસ્ટમાં સોનાના ભાવમાં ઉછાળો
અમદાવાદની વાત કરવામાં આવે તો ગયા મહિને લગભગ 2200 રૂપિયા આસપાસ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. 30 જૂનના રોજ 74200 પ્રતિ 10 ગ્રામ હતું જે જુલાઈના અંતે રૂ. 72000 પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે ચાંદીની કિંમતમાં રૂ. 6000નો કડાકો થયો હતો. એવામાં હવે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ સોનાની કિંમત રૂ. 500 વધી અમદાવાદમાં રૂ. 72500 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
સોના-ચાંદીમાં આગળ શું?
કોમોડિટી એન્ડ કરન્સીના રિસર્ચ એનાલિસ્ટ નિષ્ણાતે જણાવ્યું કે, સોનામાં ફરી પાછી તેજી આવી શકે છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત સાથે જ અને જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના લીધે સોના-ચાંદીમાં ખરીદીમાં વધારો થશે. આવતીકાલે અમેરિકામાં બેરોજગારીના આંકડાઓ રજૂ થશે હવે રોકાણકારોની નજર તેના પર રહેશે. સાથે જ જો સ્થાનિક બજારની વાત કરવામાં આવે તો લગ્નની સિઝન આગામી સમયમાં આવશે તો તેના લીધે માનવામાં આવી રહ્યું છે સોના-ચાંદીનું કિંમતમાં વધારો થશે.
ADVERTISEMENT
જ્વેલરીમાં કયા સોનાનો વધુ ઉપયોગ થાય છે?
સોનું ખરીદતા પહેલા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખો, જેમ કે તેની ગુણવત્તા ઓળખવી. તમને જણાવી દઈએ કે મોટાભાગે જ્વેલરી બનાવવા માટે માત્ર 22 કેરેટ સોનું વપરાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. જ્વેલરી પર કેરેટ પ્રમાણે હોલ માર્ક નોંધવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999 લખેલું છે, જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે. કિંમતોની વાત કરીએ તો, એક્સાઈઝ ડ્યુટી, રાજ્યના કર અને મેકિંગ ચાર્જિસને કારણે સોનાના દાગીનાની કિંમત દેશભરમાં બદલાય છે.
ADVERTISEMENT