Gold-Silver Price: 4 દિવસમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, અત્યારે ખરીદવું જોઈએ કે નહીં શું કહે છે એક્સપર્ટ?

ADVERTISEMENT

Gold and Silver Price
Gold and Silver Price
social share
google news

Gold and Silver Rates: ચાંદી રેકોર્ડ સ્તર અને સોનું 75,000 પ્રતિ 10 ગ્રામ નજીક પહોંચ્યા બાદ દરરોજ ભાવ ઘટી રહ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ચાર દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બંને ધાતુઓની કિંમત દરરોજ ઘટી રહી છે. સોનું રૂ.74367થી ઘટીને રૂ.71500ની આસપાસ પહોંચી ગયું છે. સોનાની કિંમતમાં આ ઘટાડો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જોવા મળ્યો છે. 

20 મે, 2024ના રોજ ચાંદીએ તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. આ દિવસે ચાંદીની કિંમત 95,267 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી હતી, પરંતુ ત્યારથી તેની કિંમત દરરોજ ઘટી રહી છે. જો કે આજે તેની કિંમતમાં પ્રતિ કિલો 600 રૂપિયાનો વધારો થયો છે.જોકે છેલ્લા ચાર દિવસી વાત કરીએ તો ચાંદી 4,222 રૂપિયા સસ્તી થઈ છે.

સોનું ઘણું સસ્તું થઈ ગયું છે 

MCX પર, 5 જૂનના વાયદા માટે સોનું રૂ. 71,526 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. તેની કિંમતમાં 51 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. જ્યારે 20 મેના રોજ સોનાનો ભાવ 74367 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે ઘટીને 71,526 રૂપિયા થઈ ગયો છે. આવી સ્થિતિમાં ચાર દિવસમાં સોનું 2,841 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. 

ADVERTISEMENT

ગઈ કાલે સોના-ચાંદીમાં કેટલો ઘટાડો જોવા મળ્યો 

ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 22 મેના રોજ સોનાનો ભાવ 73046 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે 23 મે એટલે કે ગઈકાલે ઘટીને 71,577 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. આવી સ્થિતિમાં ગઈકાલે સોનાના ભાવમાં 1469 રૂપિયાનો ઘટાડો થયો હતો. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો 22 મેના રોજ ચાંદી 93,013 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી અને 23 મેના રોજ તે ઘટીને 90,437 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી. આવી સ્થિતિમાં ગઈકાલે ચાંદીના ભાવમાં 2576 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 

બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવ 

ભારતીય બુલિયન માર્કેટમાં આજે 24 મે, 2024ના રોજ સોનું અને ચાંદી સસ્તું થઈ ગયા છે. સોનાની કિંમત 71 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે ચાંદીની કિંમત પ્રતિ કિલો 89 હજાર રૂપિયા વધી છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71952 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 89697 રૂપિયા છે.

ADVERTISEMENT

અત્યારે સોનામાં રોકાણ કરવું જોઈએ?

એશ્પ્રા જેમ્સ એન્ડ જ્વેલ્સના અનૂપ સરાફ કહે છે કે છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવ આસમાને છે. પરંતુ હવે કિંમતો નીચે આવી ગઈ છે, જે ગ્રાહકો માટે ખરીદીની મોટી તક છે. તેમણે કહ્યું કે સોનું હંમેશા સુરક્ષિત રોકાણ રહ્યું છે. ખાસ કરીને લાંબા ગાળા માટે. જે લોકો ભવિષ્ય માટે બચત કરવા માગે છે તેમના માટે સોનું ખરીદવું હજુ પણ સારો વિકલ્પ બની શકે છે. સોનાના ભાવમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો અમુક સમય માટે જ ચાલુ રહી શકે છે. તેથી, જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે સારો સમય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT