વધુ એક એરલાઈન્સના પાટીયા પડી જવાની સ્થિતિમાં, ઓઈલ કંપનીઓએ ફ્યૂલ આપવાનું બંધ કર્યું
મુંબઈ: દેશની વધુ એક એરલાઈન્સ કંપની નાદારીની આરે પહોંચી ગઈ છે. ખરેખર, વાડિયા ગ્રુપની એરલાઇન ગો ફર્સ્ટે મંગળવારે NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી…
ADVERTISEMENT
મુંબઈ: દેશની વધુ એક એરલાઈન્સ કંપની નાદારીની આરે પહોંચી ગઈ છે. ખરેખર, વાડિયા ગ્રુપની એરલાઇન ગો ફર્સ્ટે મંગળવારે NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આ દરમિયાન, ગો ફર્સ્ટની તમામ ફ્લાઇટ્સ આજે અને આવતીકાલે એટલે કે 3જી અને 4મી મે 2023 માટે રદ કરવામાં આવી છે. ગો-ફર્સ્ટ એરલાઈન્સે આ નિર્ણય અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને જાણ કરી છે. આવી સ્થિતિમાં, જે હવાઈ મુસાફરોએ આ બે દિવસ માટે કંપનીની ટિકિટ બુક કરાવી છે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ત્યારે, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, સરકાર મુશ્કેલીમાં મુકાયેલી Go First એરલાઇનને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે. તેમણે કહ્યું, ‘સરકાર ગો ફર્સ્ટને તમામ સંભવ મદદ કરી રહી છે, અને સમગ્ર ઘટના પર નજર રાખવામાં આવી રહી છે.’
ફ્લાઈટ કેન્સલ કરવાનું આ છે કારણ
રિપોર્ટ અનુસાર ગો ફર્સ્ટ એરલાઈન્સ લાંબા સમયથી નાણાકીય સમસ્યાનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ઓઈલ કંપનીઓની બાકી રકમ ચૂકવવામાં અસમર્થતાના કારણે એરલાઈન્સે આ મોટો નિર્ણય લીધો છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો, નાણાકીય સંકટમાં ઘેરાયેલી એરલાઇન કંપની માટે એન્જિન બનાવતી અમેરિકન કંપની ટી એન્ડ વ્હીટની (Pratt & Whitney)એ સપ્લાય બંધ કરી દીધો છે. આ કારણે કંપની પાસે ફંડની ભારે અછત છે.
ADVERTISEMENT
રોકડની અછતને કારણે તે ઓઈલ કંપનીઓના લેણાં પણ ચૂકવવા સક્ષમ નથી, જેના કારણે કંપનીઓએ એરલાઈન્સને ઓઈલ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ સંજોગો વચ્ચે, GoFirst એ 3જી અને 4ઠ્ઠી મેના રોજ તેની તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે, જે કંપનીના ગ્રાહકો માટે કોઈ આંચકાથી ઓછું નથી.
અડધાથી વધુ એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ થઈ ગયા હતા
અમેરિકન કંપની તરફથી એન્જિન ન મળવાને કારણે કંપનીના અડધાથી વધુ વિમાનો ઉડાન ભરી શકતા નથી. રિપોર્ટ અનુસાર એરલાઈન્સના લગભગ 50 એરક્રાફ્ટ ગ્રાઉન્ડ થઈ ગયા છે. જેના કારણે કંપનીના કેશ ફ્લો પર ખરાબ અસર પડી છે. મંગળવારે, ગો એરની નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવા અંગે સોશિયલ મીડિયા પર ફરિયાદોનું પૂર આવ્યું હતું. આ સમાચાર વાંચીને ટિકિટ બુક કરાવનારા મુસાફરોએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએને ફરિયાદ કરી છે અને બુકિંગ પર તેમના રિફંડની માંગણી કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT