ગૌતમ અદાણી બન્યા હીરા વેપારીના વેવાઈ, જાણો નાના દીકરા જીતની કોની સાથે થઈ સગાઈ?
અમદાવાદ: બિઝનેસમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીની રવિવારે સગાઈ થઈ ગઈ છે. હીરા વેપારી જૈમિન શાહની પુત્રી દીવા સાથે જીતની સગાઈ થઈ હતી. અમદાવાદમાં…
ADVERTISEMENT
અમદાવાદ: બિઝનેસમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીની રવિવારે સગાઈ થઈ ગઈ છે. હીરા વેપારી જૈમિન શાહની પુત્રી દીવા સાથે જીતની સગાઈ થઈ હતી. અમદાવાદમાં યોજાયેલા આ એન્ગેજમેન્ટ સમારોહમાં ખાસ મિત્રો અને નજીકના સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કોણ છે દીવા શાહ?
દીવા શાહ હીરાબજારની જાણીતી કંપની સી. દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડના દિનેશભાઈની પૌત્રી છે. દીવાના પિતા જૈમિન શાહ પણ આ કંપની સાથે જ જોડાયેલા છે. હીરાબજારમાં સી. દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડનું નામ મોટું છે તેની સ્થાપના 2007માં થઈ હતી અને તેની હેડ ઓફિસ મુંબઈમાં આવેલી છે.
ADVERTISEMENT
જીત અદાણીએ 2019માં કંપની જોઈન કરી
જીત અદાણીની વાત કરીએ તો તેણે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઈડ સાયન્સિસમાં અભ્યાસ કર્યો છે. વર્ષ 2019માં જીતે અદાણી ગ્રુપ જોઈન કર્યું હતું અને હાલમાં તેઓ અદાણી ગ્રુપમાં વાઈસ પ્રેસિડેન્ટ તથા ગ્રુપ ફાઈનાન્સની જવાબદારી સંભાળી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT