હિંડનબર્ગ પર ગૌતમ અદાણીએ કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અમને નુકસાન પહોંચાડવાના હેતુથી હિંડનબર્ગે તેમના રિપોર્ટમાં અમારા પર ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. હિંડનબર્ગ રિપોર્ટ ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપોનું મિશ્રણ છે. તેમાંથી મોટાભાગના 2004 થી 2015 સુધીના છે. આ રિપોર્ટ ઇરાદાપૂર્વકનો અને દૂષિત હતો, જેનો હેતુ અમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગે અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરને ઓવરવેલ્યુડ ગણાવ્યા હતા અને અદાણી ગ્રૂપે શેલ કંપનીઓ દ્વારા ખાતામાં હેરાફેરી કરી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ગ્રૂપની 2023ની વાર્ષિક સાધારણ સભામાં બોલતા ગૌતમ અદાણીએ કહ્યું હતું કે હિંડનબર્ગે અદાણી ગ્રૂપની ઇમેજને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે અહેવાલનો હેતુ જૂથની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો તેમજ શેરના ભાવમાં ઘટાડો કરીને નફો મેળવવાનો હતો.

ગૌતમ અદાણીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ તરત જ અમે તેને ફગાવી દીધો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. રિપોર્ટ મે 2023માં સાર્વજનિક કરવામાં આવ્યો હતો અને નિષ્ણાત સમિતિને કોઈ નિયમનકારી ક્ષતિઓ મળી નથી.

ADVERTISEMENT

હિંડનબર્ગ રિપોર્ટથી અદાણીને થયું ભારે નુકશાન
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટ પછી FPO સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો હોવા છતાં, અમે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે નાણાં પરત કરવાનો નિર્ણય લીધો હતો. 27 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રુપે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો FPO જારી કર્યો હતો અને પછી સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા બાદ તેને અચાનક પાછો ખેંચી લીધો હતો. 20 હજાર કરોડના એફપીઓ પાછી ખેંચીને કંપનીએ તમામ રોકાણકારોના પૈસા પરત કરી દીધા હતા. હિંડનબર્ગ રિસર્ચે તેના આકરા અહેવાલમાં અદાણી ગ્રુપ પર એકાઉન્ટ ફ્રોડ અને સ્ટોક વેલ્યુમાં હેરાફેરીનો આરોપ મૂક્યો હતો. આ કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો હતો, જેના કારણે ગ્રુપનું માર્કેટ વેલ્યુ સૌથી નીચા સ્તરે પહોંચી ગયું હતું અને તેમાં લગભગ 145 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT