Gautam Adaniએ મોટી દીકરા કરણ અદાણીને સોંપી મોટી જવાબદારી, હવે સંભાળશે આ બિઝનેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: દુનિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ સિમેન્ડ બિઝનેસમાં બે ડીલ કરી છે. અદાણી ગ્રુપે અંબુજા સીમેન્ટ્સ અને એસીસી લિમિટેડનું અધિગ્રહણ પૂરું કરી લીધું છે. આ સાથે જ અદાણી ગ્રુપ દેશનો બીજો સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે. પહેલા નંબર પર આદિત્ય બિરલા ગ્રુપનું અલ્ટ્રાટેક સિમેન્ટ છે.

સિમેન્ટ બિઝનેસને ગૌતમ અદાણી મોટા દીકરા કરણ અદાણીને સોંપવાના છે. સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે કે કરણ અદાણીને અંબુજા સિમેન્ટના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત તેમને ACCના નોક એક્ઝિક્યુટિવ ચેરમેન પણ નિયુક્ત કરાયા છે. કરણ અદાણી હાલમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડના CEO છે.

અદાણી ગ્રુપે થોડા મહિના અગાઉ જ બે દિગ્ગજ સિમેન્ટ કંપનીઓનું લગભગ 10.5 અબજ ડોલરમાં અધિગ્રહણ કર્યું હતું. હવે ખબર છે કે, આ બિઝનેસને ગૌતમ અદાણી પોતાના 35 વર્ષના મોટા દીકરા કરણ અદાણીને સંભાળવા માટે સોંપ્યો છે. કરણ અદાણી માટે સિમેન્ટનો બિઝનેસ સંભાળવો એક મોટી જવાબદારી છે. જોકે પાછલા દોઢ દાયકાથી તે પોર્ટ્સનો બિઝનેસ સારી રીતે સંભાળી રહ્યા હતા.

ADVERTISEMENT

આ સોદો પુરો થયા બાદ અદાણીની અંબુજા સિમેન્ટ્સમાં 63.15 ટકા અને ACCમાં 56.69 ટકા ભાગીદારી હશે. હવે અંબુજા સિમેન્ટ્સ અને ACC સિમેન્ટ્સનો સંયુક્ત માર્કેટ કેપ 19 અબજ ડોલર થઈ ગયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT