ગૌતમ અદાણી વિશ્વના બીજા નંબરના સૌથી અમીર બિઝનેસમેન બન્યા, જાણો આની પાછળનું ગણિત…
દિલ્હીઃ ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર બિઝનેસ મેન બની ગયા છે. હવે તેઓ દુનિયાના સૌથી અમીર બિઝનેસ મેનની યાદીમાં બીજા નંબર પર આવી ગયા…
ADVERTISEMENT
દિલ્હીઃ ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર બિઝનેસ મેન બની ગયા છે. હવે તેઓ દુનિયાના સૌથી અમીર બિઝનેસ મેનની યાદીમાં બીજા નંબર પર આવી ગયા છે. ફોર્બ્સ રિઅલ ટાઈમ બિલેનિયર ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે અદાણીએ બર્નાર્ડ એર્નાલ્ટને ઓવરટેક કરીને બીજુ સ્થાન મેળવી લીધું છે. અત્યારે આ સ્થાન માટે બીજા નંબર માટે રસાકસી ભરી ટક્કર જોવા મળી રહી છે. ક્યારેક અદાણી આગળ વધે છે તો ક્યારેક અર્નાલ્ટ તેમને ઓવરટેક કરે છે. વળી બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ પ્રમાણે ગૌતમ અદાણી ત્રીજા નંબર પર જોવા મળી રહ્યા છે.
પહેલા જાણો ગૌતમ અદાણી પાસે કેટલી સંપત્તિ છે?
- બ્લૂમબર્ગના કરોડપતિની યાદી પ્રમાણે 60 વર્ષીય ગૌમત અદાણીની કુલ સંપત્તિ 154.7 અરબ ડોલર છે.
- બર્નાર્ડ અર્નાલ્ટની સંપત્તિ પણ 153.8 અરબ ડોલર છે.
- તેવામાં આ યાદીમાં ટોપ પર રહેલા ઈલોન મસ્કની નેટવર્થ 273.5 અરબ ડોલર છે.
- એમેઝોનના સંસ્થાપક અને સીઈઓ જેફ બેઝોઝની કુલ સંપત્તિ 149.7 અરબ ડોલર છે.
ADVERTISEMENT
વર્ષ 2022માં અદાણીની સંપત્તિમાં સતત વધારો થયો..
અદાણી જૂથની નેટવર્થ 2022માં સતત વધી છે. ગૌતમ અદાણી અને ઈલોન મસ્ક વિશ્વના ટોપ-10 અમીર બિઝનેસમેનની યાદીમાં એકમાત્ર એવા લોકો છે, જેમની સંપત્તિમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન અદાણીની નેટવર્થમાં $4.9 બિલિયનનો વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીથી અદાણીની સંપત્તિમાં 60.9 બિલિયન ડોલર સુધીનો વધારો થયો છે.
ફેબ્રુઆરી 2022માં ગૌતમ અદાણીએ સંપત્તિના મામલામાં મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા…
ADVERTISEMENT
- ગૌતમ અદાણીએ ગયા મહિને માઈક્રોસોફ્ટના ચીફ બિલ ગેટ્સને પાછળ છોડી દીધા હતા. બિલ ગેટ્સની નેટવર્થ ઘટીને 117 બિલિયન ડોલર થઈ ગઈ છે. તેમના જંગી દાનને કારણે આ ઉણપ આવી છે.
- આ વર્ષે અદાણીની નેટવર્થ 60 બિલિયન ડોલર વધી ગઈ છે. આ દેશના અન્ય અમીરો કરતાં પાંચ ગણું વધુ છે.
- આ વર્ષે ફેબ્રુઆરીમાં ગૌતમ અદાણીએ રિલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા હતા.
- આ સાથે અદાણી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા.
- અદાણીની નેટવર્થ એપ્રિલ 2022માં પ્રથમ વખત 100 બિલિયન ડોલરને વટાવી ગઈ હતી.
ADVERTISEMENT