રાહત કે ચૂંટણીની અસર? ગેસ સિલિન્ડરની કિમતમાં થયો ઘટાડો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોને મહિનાના પહેલા દિવસે મોટી રાહત મળી છે. 1લી સપ્ટેમ્બરે એટલે કે આજે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, ભાવમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે. જ્યારે 14.2 કિગ્રાનું ઘરેલું એલપીજી સિલિન્ડર જૂના ભાવે જ મળશે . તેની કિમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં 1 ઇન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા, ચેન્નાઈમાં 96 રૂપિયા સસ્તી થશે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડાનો ફાયદો દેશના લગભગ દરેક રાજ્યમાં જોવા મળશે.

ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર નહીં
જુલાઈથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે સિલિન્ડર હજુ પણ એ જ કિંમતે મળશે. ઇન્ડેન સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1053 રૂપિયા હશે, જ્યારે કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052, ચેન્નાઈમાં 1068 રૂપિયા હશે.

ADVERTISEMENT

દર મહિનાની પહેલી તારીખે કિમત નક્કી થાય છે
ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. અગાઉ ઓગસ્ટમાં પણ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તે સમયે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત પહેલા 2012.50 પૈસા હતી, આ ઘટાડા પછી કિંમત ઘટીને 1976.50 રૂપિયા થઈ ગઈ છે.

આંશિક રાહત
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત ઘટાડો થયો છે.  1 જૂનના રોજ ગેસ સિલિન્ડરની કિમત 2219 રૂપિયા હતી. એક મહિના પછી, સિલિન્ડરની કિંમતમાં 98 રૂપિયાનો ઘટાડો થયો અને તે 2021 રૂપિયા થઈ ગયો. 6 જુલાઈના રોજ ઓઈલ કંપનીઓએ આ સિલિન્ડરની કિંમત 2012.50 રૂપિયા કરી દીધી હતી. 1લી ઓગસ્ટથી આ સિલિન્ડર 1976.50 રૂપિયા મળવા લાગ્યું. હવે 1 સપ્ટેમ્બર, 1885ના રોજ તે રૂ. ભાવમાં સતત ઘટાડાથી સામાન્ય માણસને મોંઘવારીથી આંશિક રાહત મળી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT