પિઝા ખાઈને પસ્તાયો! 14 વર્ષ પહેલા Pizza નો ઓર્ડર ન કર્યો હોત તો આજે 6000 કરોડનો માલિક હોત
10000 Bitcoin For 2 Pizza : જો તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરો છો તો તમને બિટકોઈનની કિંમતનો ખ્યાલ હશે. વિશ્વના ઘણા દેશોમાં ઘણી કંપનીઓ ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્ઝેક્શન કરે છે. Bitcoin, Ethereum, Tether, Binance, Solana, Dodgecoin, Shiba Inu વગેરે કેટલીક ક્રિપ્ટોકરન્સીના નામ છે.
ADVERTISEMENT
10000 Bitcoin For 2 Pizza : જો તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરો છો તો તમને બિટકોઈનની કિંમતનો ખ્યાલ હશે. વિશ્વના ઘણા દેશોમાં ઘણી કંપનીઓ ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્ઝેક્શન કરે છે. Bitcoin, Ethereum, Tether, Binance, Solana, Dodgecoin, Shiba Inu વગેરે કેટલીક ક્રિપ્ટોકરન્સીના નામ છે. આમાં બિટકોઈન સૌથી મોંઘી કરન્સી છે. વિશ્વમાં બિટકોઈનનું પ્રથમ ટ્રાન્ઝેક્શન 14 વર્ષ પહેલા થયું હતું, જ્યારે એક શખ્સે 10 હજાર બિટકોઈનથી 2 પિઝા ખરીદ્યા હતા. તે સમયે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ ક્રિપ્ટોકરન્સી આજે આટલી ઊંચાઈએ પહોંચી જશે અને લોકપ્રિય થઈ જશે.
પહેલા Bitcoin ની કિંમત જાણો
આજે 1 બિટકોઈનની કિંમત 58 લાખ રૂપિયાની આસપાસ છે. તેની શરૂઆત વર્ષ 2009માં કરવામાં આવી હતી. તે સમયે 1 બિટકોઈનની કિંમત 30 પૈસાની આસપાસ હતી. આ પછી તેની કિંમત દર વર્ષે વધતી ગઈ. જોકે, વચ્ચે કેટલાક ઉતાર-ચઢાવ જોવા મળ્યા. પરંતુ આજે તે વિશ્વની સૌથી મોંઘી ક્રિપ્ટોકરન્સી બની ગઈ છે.
14 years ago, Laszlo Hanyecz, a Floridian programmer, bought 2 Papa John's pizzas for 10,000 $BTC. Today, those pizzas would be valued at $700 million.
— CoinGecko (@coingecko) May 22, 2024
Happy #Bitcoin Pizza Day, everyone! 🍕 pic.twitter.com/KupAE2NKgM
14 વર્ષ પહેલા 2 પિઝાના આપ્યા હતા 10 હજાર બિટકોઈન
બિટકોઈનનું પહેલું ટ્રાન્ઝેક્શન 22 મે, 2010ના રોજ અમેરિકામાં થયું હતું. 22 મે, 2010ના રોજ એક પ્રોગ્રામર લાસ્ઝલો હેનેકેગે 2 પિઝાનો ઓર્ડર આપ્યો હતો. આ પિઝા પાપા જ્હોન્સમાંથી મંગાવ્યા હતા. તેમણે આ બે પિઝાના બદલામાં બિટકોઈનની ઓફર કરી, જેને રેસ્ટોરન્ટમાં હાજર 19 વર્ષીય જેરેમી સ્ટર્ડિવન્ટે સ્વીકારી અને પીઝાને હેનેકેજના ઘરે પહોંચાડ્યા. તે સમયે એક બિટકોઈનની કિંમત 0.0041 યુએસ ડોલર (લગભગ 33 પૈસા) હતી. તે સમયે લાસ્ઝલોએ 2 પિઝા માટે 10 હજાર બિટકોઈન (લગભગ 3300 રૂપિયા) ચૂકવ્યા હતા.
ADVERTISEMENT
Laszlo અનુસાર, તે સમયે બે પિઝાની કિંમત 30 અમરિલી ડૉલર હતી. આ કારણોસર તેમણે 30 યુએસ ડોલરની વેલ્યૂ બરાબર બિટકોઇન્સ આપવા પડ્યા હતા. તે સમયે 30 યુએસ ડોલરની વેલ્યૂ 10 હજાર બિટકોઈન જેટલી હતી.
આજે 6 હજાર કરોડ થઈ ગઈ કિંમત
આજે 10 હજાર બિટકોઈનની કિંમત લગભગ 6 હજાર કરોડ રૂપિયા છે. થોડા સમય પહેલા લાસ્ઝલોએ આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 2 પિઝાના બદલામાં 10 હજાર બિટકોઈન આપવા એ તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. તેમણે કહ્યું કે તેઓ 10 હજાર બિટકોઈનથી પિઝા ખરીદ્યા પછી ખૂબ જ ખુશ હતા અને તેમણે તેમના પરિવાર સાથે પિઝાનો સ્નેપશોટ પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને ખ્યાલ નહોતો કે આવનારા સમયમાં બિટકોઈનની કિંમત આટલી વધી જશે.
ADVERTISEMENT
શોપ પર લાગેલું છે બોર્ડ
પ્રોગ્રામર લાસ્ઝલો હેનેકેગે જે સ્ટોર પરથી પિઝાનો ઓર્ડર કર્યો હતો, ત્યાં એક બોર્ડ લાગેલું છે. તે બોર્ડ પર લખ્યું છે કે ‘Makers of the famous Bitcoin Pizzas.’ સાથે આ બોર્ડ પર તારીખ પણ લખેલી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT