તહેવારોની સિઝનમાં તેલ અને લોટના ભાવમાં વધારો, ઘઉં – ચોખા અને દાળ બે દિવસમાં પાંચ ટકા મોંઘા થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ છેલ્લા બે દિવસમાં આવશ્યક ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘઉં, લોટ, ચોખા, દાળ તેમજ તેલ, બટેટા અને ડુંગળીના ભાવમાં પણ પાંચ ટકા સુધીનો વધારો થયો છે. માહિતી અનુસાર, ચોખાની કિંમત 9 ઓક્ટોબરના રોજ 37.65 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જ્યારે મંગળવારે તે 38.06 રૂપિયા પર પહોંચી ગઈ હતી.

ઘઉંનો ભાવ રૂ. 30.09થી વધીને રૂ. 30.97 થયો હતો જ્યારે લોટનો ભાવ રૂ. 35થી વધીને રૂ. 36.26 પ્રતિ કિલો થયો હતો. જ્યારે બટાકાની કિંમત રૂ. 26.36 પ્રતિ કિલોથી વધીને રૂ. 28.20, ડુંગળીનો ભાવ રૂ. 24.31 પ્રતિ કિલોથી વધીને રૂ. 27.28 થયો છે. ટામેટાના ભાવ 43.14 રૂપિયાથી વધીને 45.97 રૂપિયા પ્રતિ કિલો થયા છે.

  • માહિતી અનુસાર, ચણાની દાળની કિંમત આ જ સમયગાળા દરમિયાન રૂ. 71.21થી વધીને રૂ. 74 પ્રતિ કિલો જ્યારે તુવેરની દાળની કિંમત રૂ. 110થી વધીને રૂ. 112 પ્રતિ કિલો થઈ ગઈ છે.
  • દાળની કિંમત 106.53 રૂપિયાથી વધીને 108.77 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
  • મગની દાળની કિંમત 101.54 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 103.49 રૂપિયા થઈ ગઈ છે.
  • મસૂર દાળ રૂ. 94.17 થી વધીને રૂ. 95.76 અને ખાંડનો ભાવ રૂ. 41.92 થી વધીને રૂ. 42.66 પ્રતિ કિલો થયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT