દેશમાં પાંચ વર્ષમાં $475 બિલિયન ડોલરનું FDI આવવાનાં એંધાણ, MNC ભારતને રોકાણનું આકર્ષક સ્થળ માને છે
મુંબઈઃ સુધારા અને વૃદ્ધિ દર પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત પાંચ વર્ષમાં $475 બિલિયન ડોલરનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) હાંસલ કરી શકે છે. EY અને…
ADVERTISEMENT
મુંબઈઃ સુધારા અને વૃદ્ધિ દર પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત પાંચ વર્ષમાં $475 બિલિયન ડોલરનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) હાંસલ કરી શકે છે. EY અને Confederation of Indian Industryના એક અહેવાલ મુજબ, 71 ટકા બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNCs) તેમના વૈશ્વિક વિસ્તરણ માટે ભારતને આકર્ષક રોકાણ સ્થળ તરીકે માને છે.
2021-22માં રેકોર્ડ બ્રેક FDI આવ્યું
96 ટકા MNCs એ કહ્યું કે તેઓ લાંબા ગાળે ભારતીય અર્થતંત્ર વિશે સકારાત્મક છે. MNCએ GST, વિવિધ ક્ષેત્રોમાં ડિજિટલ પ્રેક્ટિસને પ્રોત્સાહન અને કરવેરામાં પારદર્શિતા સહિતના અન્ય સુધારાઓની પ્રશંસા કરી હતી. મોટાભાગની MNCs માને છે કે ભારતીય અર્થતંત્ર ત્રણ-પાંચ વર્ષમાં વધુ સારું પ્રદર્શન કરશે. છેલ્લા એક દાયકામાં ભારતમાં FDIમાં સતત વધારો થયો છે. 2021-22માં રેકોર્ડ 84.8 અબજ ડોલરનું FDI આવ્યું.
સુધીર કાપડિયા, પાર્ટનર, ટેક્સ એન્ડ રેગ્યુલેટરી સર્વિસીસ, EY ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “ભારતને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ઉભરતા ઉત્પાદન કેન્દ્ર તરીકે જોવામાં આવે છે, એક વિકસતા ગ્રાહક બજાર અને જાહેર-ખાનગી ક્ષેત્રોના ડિજિટલ પરિવર્તનમાં વૈશ્વિક નેતા તરીકે જોવામાં આવે છે. MNC અપેક્ષા રાખે છે કે સરકાર વ્યવસાય કરવાની સતત સરળતા સાથે મુક્ત વેપાર કરારને ઝડપી બનાવશે. આ સાથે જીએસટીમાં જરૂરી સુધારા પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT