સાવધાન! FasTag Scamથી ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ, આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન
FasTag Scam Avoid Tips: સમગ્ર ભારતમાં ફાસ્ટટેગનો ઉપયોગ તમામ ટોલ પર ડિજિટલ ટોલ ટેક્સ ચૂકવવા માટે કરવામાં આવે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)…
ADVERTISEMENT
FasTag Scam Avoid Tips: સમગ્ર ભારતમાં ફાસ્ટટેગનો ઉપયોગ તમામ ટોલ પર ડિજિટલ ટોલ ટેક્સ ચૂકવવા માટે કરવામાં આવે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમને ફાસ્ટેગ દ્વારા જાહેર કરવામાં આવી છે. ફાસ્ટેગ મેળવવાની અથવા રિચાર્જ કરવાની સુવિધા ઘણા ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ઘણીવાર લોકો છેતરપિંડીનો પણ શિકાર બની જાય છે. આ દિવસોમાં KYCને લઈને ફાસ્ટેગ ક્યાંકને ક્યાંક ચર્ચાઓમાં છે.
અનેક લોકો બની ચૂક્યા છે શિકાર
દરેકે 31 જાન્યુઆરી 2024 પહેલા ફાસ્ટેગનું KYC કરાવવું જરૂરી છે. KYC કરાવતી વખતે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. વર્તમાન સમયમાં ફાસ્ટેગ સ્કેમ દ્વારા ઘણા લોકોના બેંક એકાઉન્ટ ખાલી થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં અનેક લોકો ફાસ્ટેગ સ્કેમમાં ફસાઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ફાસ્ટેગ સ્કેમથી બચવા માટે કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
FasTag Scamથી બચવા માટે આ 5 બાબતો ધ્યાનમાં રાખો
– ડિજિટલ સર્વિસ માટે કસ્ટમર સપોર્ટ સાથે સંપર્ક કરતા પહેલા ચાવચેત રહો. ગૂગલ સર્ચ દ્વારા મળેલા કસ્ટમર સપોર્ટ નંબર પર સંપર્ક ન કરો.
– તમારા ફોન પર આવેલો OTP કોઈની સાથે શેર કરશો નહીં.
– FasTag KYC માટે આવેલા મેસેજનો તરત જવાબ આપશો નહીં. કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક કરશો નહીં.
– તમારા બેંક એકાઉન્ટ અથવા ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશનનો ટુ વેરિફિકેશન ફીચરની સાથે જ ઉપયોગ કરો.
– કોઈપણ પ્રકારનો ફ્રોડ અથવા સ્કેમ થાય ત્યારે તાત્કાલિક સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવો.
સાયબર ક્રાઈમના કિસ્સામાં ફરિયાદ કેવી રીતે નોંધાવવી?
જો કોઈની સાથે ઓનલાઈન ફ્રોડ થાય તો તરત જ તેની ફરિયાદ નોંધાવો. તમે 1930 નંબર પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. જ્યારે તમે સાયબર ક્રાઈમની સત્તાવાર વેબસાઈટ પર જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT