Hindenburg Report: 'તમામ આરોપો પાયાવિહોણા, અમને બદનામ કરવાનો પ્રયાસ...', SEBI ચીફ માધબી બુચનો ખુલાસો

ADVERTISEMENT

Hindenburg Report
Hindenburg Report
social share
google news

Hindenburg Report: અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ (Hindenburg)એ ગયા વર્ષે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani)પર ગંભીર આરોપો લગાવતો એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જ્યારે આ વર્ષે પણ તેણે અદાણી ગ્રુપને ટાંકીને માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) પર નિશાન સાધ્યું છે. હિંડનબર્ગે તેના નવા રિપોર્ટમાં અદાણી ગ્રુપ અને SEBI ચીફ માધબી પુરી બુચ (Madhabi Puri Buch) વચ્ચે લિંક હોવાનો દાવો કરીને આરોપ લગાવ્યો છે કે વ્હિસલબ્લોઅર પાસેથી મેળવેલા ડોક્યુમેન્ટથી એ જાણવા મળે છે કે જે ઓફશોર સંસ્થાઓનો ઉપયોગ અદાણી મની સિફનિંગ સ્કૅન્ડલ(Adani money siphoning scandal)માં થયો હતો, તેમાં  સેબી SEBIના અધ્યક્ષની ભાગીદારી હતી. 

સેબીના ચેરપર્સનની સ્પષ્ટતા

જોકે, હવે આ મામલે સેબીના ચેરપર્સન દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે આ તમામ આરોપ પાયાવિહોણા છે અને આ માત્ર તેમને બદનામ કરવાનો પ્રયાસ છે.

'હિંડનબર્ગના આરોપોમાં કોઈ સચ્ચાઈ નથી...'

હિન્ડેનબર્ગ (Hindenburg) દ્વારા શનિવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્હિસલબ્લોઅર દસ્તાવેજોથી ખુલાસો થાય છે કે માધબી બુચ અને તેમના પતિ ધવલ બુચે 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડ 1 સાથે તેમનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. આમાં દંપતીનું કુલ રોકાણ 10 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે. હિંડનબર્ગે આક્ષેપ કર્યો છે કે ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના ઈન્ડિયા ઈન્ફોલાઈનના માધ્યમથી અદાણી ગ્રુપના એક ડાયરેક્ટરે કરી હતી અને તે ટેક્સ હેવન મોરેશિયસમાં રજિસ્ટર્ડ છે. 

ADVERTISEMENT

અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગ (Hindenburg) દ્વારા કરવામાં આવેલા આ તમામ આરોપોને ફગાવી દેતા સેબીના ચેરપર્સન માધબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચે રવિવારે વહેલી સવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે 10 ઓગસ્ટે આવેલા હિન્ડેનબર્ગ રિપોર્ટમાં લગાવવામાં તમામ આરોપો પાયાવિહોણા છે અને તેમાં કોઈ સત્ય નથી. અમારું જીવન અને ફાયનાન્સ ખુલ્લા પુસ્તક જેવું છે. અમને જે પણ માહિતીની જરૂર હતી, તે તમામ માહિતી વર્ષોથી સેબીને આપવામાં આવી છે.

અમે વિગતવાર નિવેદન જાહેર કરીશુંઃ માધબી બૂચ

માધબી પુરી બુચે વધુમાં જણાવ્યું કે, અમે કોઈપણ નાણાકીય દસ્તાવેજ (Financial document)નો ખુલાસો કરવામાં કોઈ ખચકાટ અનુભવતા નથી, જેમાં તે સમયગાળા સાથે સંબંધિત છે જ્યારે અમે સામાન્ય નાગરિક હતા. કોઈપણ અધિકારી આ માંગી શકે છે. સેબીના ચીફે તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હિન્ડેનબર્ગ રિસર્ચ, જેની સામે સેબીએ અમલીકરણ કાર્યવાહી કરી છે અને કારણ બતાવો નોટિસ જારી કરી છે, તેના જવાબમાં હવે અમારા પર આવા આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે અમે સંપૂર્ણ પારદર્શિતા સાથે યોગ્ય સમયે વિગતવાર નિવેદન જાહેર કરીશું.

ADVERTISEMENT

હિંડનબર્ગના રિપોર્ટમાં શું ખાસ છે?

નોંધનીય છે કે, એક બ્લોગપોસ્ટમાં Hindenburgએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) પર તેમના રિસર્ચ રિપોર્ટના 18 મહિના બાદ તેણે સેબી ચીફ અને તેમના પતિ પર એક નહીં પરંતુ ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેબી ચેયરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે બરમુડા અને મૉરિશસના ફંડમાં ભાગીદારી કરી, જે ટેક્સહેવન દેશ છે અને આ જ બંને ફંડોનો ઉપયોગ ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણીએ પણ કર્યો હતો. 

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT