એલોન મસ્કના Twitter પ્લાન પાછળ આ ભારતીયનો ફાળો? ખુદ કહ્યું- હું મસ્કની સહાય કરૂ છું

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ માઈક્રોબ્લોગિં સાઈટ ટ્વિટરની કમાન પોતાના હાથમાં લીધા પછી એલોન મસ્કે ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલનું પત્તું કાપી નાખ્યું છે. પરંતુ અત્યારેપણ તેમને કંપની સંબંધિત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે એક ભારતીયની જ મદદ લેવી પડે છે. ચેન્નઈના બેસ્ટ ટેક્નોલોજિસ્ટ અને ઈન્વેસ્ટર શ્રીરામ કૃષ્ણન વિશ્વના સૌથી અમીર બિઝનેસમેનની મદદ કરી રહ્યા છે અને આ વાતનો તેણે જ ઘટસ્ફોટ કર્યો છે.

શ્રીરામે ટ્વીટ કરી જણાવ્યું..
સોમવારે શ્રીરામ કૃષ્ણને પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વીટ કરી દાવો કર્યો કે તે ટ્વિટરના બિઝનેસને ચલાવવામાં એલોન મસ્કની મદદ કરી રહ્યો છે. તેણે સ્વીકાર્યું કે તે અસ્થાયીરૂપે એલોન મસ્કને ટ્વિટર સંબંધિત સહાય કરી રહ્યો છે. હું (અને A16z) સમજીએ છીએ કે આ ઘણી મહત્ત્વપૂર્ણ કંપની છે અને દુનિયા પર આનું પ્રભુત્વ થઈ શકે છે. એલોન મસ્ક જ આ સંભવ કરી શકે છે.

ADVERTISEMENT

ટ્વિટરમાં પહેલા આ કામ કરી ચૂક્યા છે શ્રીરામ..
ઈન્ડિયન ટેક્નોલોજિસ્ટ શ્રીરામ કૃષ્ણન કંઝ્યૂમર સ્ટાર્ટઅપ A16z એટલે Andreessen Horowitz કંપનીના જનરલ મેનેજર છે. આના સિવાય શ્રીરામ બિટ્સ્કી, હોપિન અને પોલીવર્કના બોર્ડમાં કામ કરવાની સાથે જ ટ્વિટર પર કોર કંઝ્યૂમર ટીમોનું નેતૃત્વ કરી ચૂક્યો છે. ટ્વિટરમાં તેમની પાસે હોમ ટાઈમલાઈન, નવા યૂઝર્સના એક્સપીરિયંસ, સર્ચ અને ઓડિયન્સ ગ્રોથ જેવી જવાબદારીઓ પણ હતી.

એલોન મસ્કના આવ્યા પછી ટ્વિટરમાં કમાણીની ગેમ શરૂ…
જ્યાં ટ્વિટરમાં સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ઘણા ટોચના અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા, આ સાથે અન્ય એક મોટો ફેરફાર ટ્વિટર યુઝર્સના પોકેટ મનીમાં વધારો કરવા જઈ રહ્યો છે. ખરેખર, એક રિપોર્ટ અનુસાર, કંપની ટ્વિટર પર બ્લુ ટિક માટે ચાર્જ લઈ શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ટ્વિટર બ્લુ યુઝર્સને જ બ્લુ ટિક આપવામાં આવશે. બ્લુ ફી પણ વધારીને $19.99 (લગભગ 1600 રૂપિયા) કરી શકાય છે. સવાલ એ પણ છે કે શું ટ્વિટરની કમાણી અંગે જે ફેરફાર થઈ રહ્યા છે એની પાછળ શ્રીરામ કૃષ્ણનના વિચારો હોઈ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT