દરરોજ 45 રૂપિયા જમાં કરવો અને બનો લખપતિ, જાણી લો આખી સ્કીમ અહીંયા
LIC Scheme: ભારતમાં ઘણા લોકો એવા છે, જેઓને LIC એટલે કે જીવન વીમા નિગમમાં ખૂબ વિશ્વાસ છે. લોકો સિક્યોરિટીની સાથે-સાથે સારા રિટર્ન માટે LIC ઈન્શ્યોરન્ય અથવા પોલિસીમાં ઈન્વેસ્ટ કરવાનું પસંદ કરે છે.
ADVERTISEMENT
LIC Scheme: ભારતમાં ઘણા લોકો એવા છે, જેઓને LIC એટલે કે જીવન વીમા નિગમમાં ખૂબ વિશ્વાસ છે. લોકો સિક્યોરિટીની સાથે-સાથે સારા રિટર્ન માટે LIC ઈન્શ્યોરન્ય અથવા પોલિસીમાં ઈન્વેસ્ટ કરવાનું પસંદ કરે છે. તેમાં બાળકોથી લઈને સિનિયર સિટીઝન માટે અનેક પ્રકારના પોલિસી પ્લાન છે. આ વચ્ચે LICની જીવન આનંદ પોલિસી ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.
મળે છે મેચ્યોરિટી બેનિફિટ
આમાં વ્યક્તિ રોજના માત્ર 45 રૂપિયા બચાવીને 25 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકે છે. ખૂબ ઓછા પ્રીમિયમની સાથે હાઈ રિટર્ન માટે આ પોલિસી ખૂબ જ સારો ઓપ્શન છે. આ એક ટર્મ પોલિસી પ્લાન છે, જેમાં પોલિસી હોલ્ડરને મેચ્યોરિટી બેનિફિટ પણ આપવામાં આવે છે. આમાં મિનિમમ એક લાખ રૂપિયાનું સમ એશ્યોર્ડ હોય છે અને મેક્સિમમ કોઈ લિમિટ જ નથી હોતી.
આ પણ વાંચોઃ Share Price: ગજબનો IPO! રોકાણકારો માટે બન્યું પૈસા છાપવાનું મશીન
ADVERTISEMENT
જીવન આનંદ પોલિસીમાં મળે છે આ ફાયદા
- જો પોલિસી ધારક મૃત્યુ પામે છે, તો નોમિનીને 125 ટકા ડેથ બેનિફિટનો લાભ મળે છે.
- આમાં ટેક્સ છૂટનો લાભ આપવામાં આવ્યો નથી.
- આ પોલિસીમાં એક્સિડેન્ટ બેનિફિટ રાઈડર, ન્યૂ ક્રિટિકલ બેનિફિટ રાઈડર, ન્યૂ ટર્મ ઈન્સ્યોરન્સ રાઈડર અને એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઈડરનો લાભ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ રોકાણકારો માટે 'બિગ ચાન્સ', આવી રહ્યા છે 6300 કરોડના 3 IPO; તૂટશે 20 વર્ષ જૂનો રેકોર્ડ
ADVERTISEMENT
LIC જીવન આનંદ પોલિસીનું કેલ્ક્યુલેશન
આમાં વ્યક્તિએ દર મહિને 1358 રૂપિયા જમાં કરાવવાના રહેશે, ત્યારબાદ તેમને 25 લાખ રૂપિયા મળી શકશે. આનો સ્પષ્ટ અર્થ છે કે તમારે આ સ્કીમમાં દરરોજ માત્ર 45 રૂપિયા જમાં કરાવવા પડશે. આ એક પ્રકારનો લોન્ગ ટર્મ પ્લાન છે, જેમાં 15 વર્ષથી 35 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે.
ADVERTISEMENT
જો તમે તેમાં 35 વર્ષ માટે રોકાણ કરો છો, તો મેચ્યોરિટી પછી તમને 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આ પોલિસીમાં તમે વાર્ષિક 16,300 રૂપિયા સુધીની બચત કરી શકશો.
ADVERTISEMENT