આ કંપનીના શેરમાં આમિર અને રણબીરે ત્રણ ગણા રૂપિયા બનાવ્યા, 15 દિવસમાં રોકેટ થયો શેર

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈઃ માત્ર 15 દિવસમાં પૈસા ત્રણ ગણા થઈ ગયા છે. આ નાની કંપનીએ મજબૂત વળતર આપ્યું છે. આ કંપની પર દાવ લગાવનારા ચહેરા પણ મોટા છે. બોલિવૂડ સ્ટાર્સથી લઈને શેરબજારના દિગ્ગજ રોકાણકારો સુધી, પ્રખ્યાત કંપની DroneAcharya Aerial ના રોકાણકાર છે. આ કંપનીનો IPO વર્ષ 2022 ના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બર 2022 માં ખુલ્યો હતો. ભારતના દિગ્ગજ રોકાણકાર શંકર શર્માનું પણ DroneAcharya Aerial માં મોટું રોકાણ છે. આ સિવાય બોલિવૂડ સ્ટાર્સ આમિર ખાન અને રણબીર કપૂરે IPO પહેલા આ કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યારથી આ કંપનીનું લિસ્ટિંગ શેરબજારમાં થયું છે, તે જ દિવસથી રોજેરોજ અપર સર્કિટ શરૂ થઈ રહી છે.

લિસ્ટિંગના દિવસથી જ શેરે વેગ પકડ્યો
ખરેખર, DroneAcharya Aerial કંપનીનો IPO 13 થી 15 ડિસેમ્બર સુધી રોકાણ માટે ખુલ્લો હતો. આ IPOનું લિસ્ટિંગ 23 ડિસેમ્બરે થયું હતું, લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોના પૈસા બમણા થઈ ગયા હતા. ત્યાર બાદ દરરોજ આ સ્ટૉક 5%ની અપર સર્કિટ બતાવી રહ્યો છે. DroneAcharya Aerialનો IPO BSE પર રૂ. 102 પર 88 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. આ કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 52-54 હતી, અને BSE પર તેનું લિસ્ટિંગ રૂ. 102 પર થયું હતું. પરંતુ હવે આ શેર રૂ.158 પર પહોંચી ગયો છે. 4 જાન્યુઆરીએ પણ શેરમાં 5 ટકાનો વધારો નોંધાયો હતો. એટલે કે છેલ્લા 15 દિવસમાં સ્ટોક રૂ.54 થી રૂ.158 પર પહોંચી ગયો છે.

આપને જણાવી દઈએ કે, આ કંપની ફક્ત BSE પર જ લિસ્ટેડ છે. રિપોર્ટ્સનું માનીએ તો IPO પહેલા બોલિવૂડ એક્ટર આમિર ખાને ડ્રોન આચાર્ય એરિયલમાં 25 લાખ રૂપિયામાં 46,600 શેર ખરીદ્યા હતા. જ્યારે રણબીર કપૂરે 20 લાખ રૂપિયામાં 37,200 શેર ખરીદ્યા હતા. IPO પહેલા તમામ રોકાણકારોએ આ કંપનીમાં 53.59 રૂપિયા પ્રતિ શેરના દરે રોકાણ કર્યું હતું. એટલે કે આ બંને કલાકારોના રોકાણની રકમ ત્રણ ગણી થઈ ગઈ છે.

ADVERTISEMENT

IPO ને સારો પ્રતિસાદ મળ્યો
ડ્રોન બનાવતી આ પુણે સ્ટાર્ટ-અપ કંપનીના IPOને સારો પ્રતિસાદ મળ્યો. તેનો ઈશ્યુ 262 વખત સબસ્ક્રાઈબ થયો હતો. રિટેલ રોકાણકારો માટે અનામત ભાગ લગભગ 330 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે અનામત ભાગ 287 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો અને લાયક સંસ્થાકીય ખરીદદારો માટેનો ભાગ 46 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

કંપની શું કરે છે?
DroneAcharya Aerial ઇનોવેશને માર્ચ 2022 થી 180 થી વધુ ડ્રોન પાઇલટ્સને તાલીમ આપી છે. તે DGCA તરફથી રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) લાઇસન્સ મેળવનારી દેશની પ્રથમ ખાનગી કંપનીઓમાંની એક છે. કંપનીના પ્રદર્શનની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 3.09 કરોડનું ટર્નઓવર કર્યું હતું. કંપનીને રૂ. 72.06 લાખનો ચોખ્ખો નફો થયો હતો. કંપની હવે સ્વદેશી ડ્રોન બનાવવા માંગે છે.

ADVERTISEMENT

(નોંધઃ શેરબજારમાં રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની મદદ લો)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT