દાદાએ 30 વર્ષ પહેલા રૂ.500માં ખરીદેલા SBIના શેરથી પૌત્ર રાતો રાત બન્યો લાખો પતિ, 750 ગણું રિટર્ન મળ્યું

ADVERTISEMENT

SBI Shares
SBI Shares
social share
google news

SBI Shares: ચંદીગઢના એક ડોક્ટરને હાલમાં જ અંદાજ આવ્યો છે કે શેરબજારમાં રોકાણ કેટલું વળતર આપે છે. ડૉ. તન્મય મોતીવાલા વ્યવસાયે ડૉક્ટર અને બાળરોગ નિષ્ણાત છે. જ્યારે તેઓ તેમના પરિવારની સંપત્તિ (જૂના રોકાણો) નું સંચાલન કરવા માટે કાગળો તપાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ ચોંકી ગયા, તેમને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI શેર સર્ટિફિકેટ) નું શેર પ્રમાણપત્ર મળ્યું, જે તેમના દાદાની માલિકીનું હતું. તેમને ખબર પડી કે 30 વર્ષ પહેલા તેમના દાદાએ 500 રૂપિયાના SBIના શેર ખરીદ્યા હતા, તેનું રોકાણ હવે 750 ગણું વધી ગયું હતું.

1994માં દાદાએ SBIના શેર ખરીદ્યા હતા

ડૉ. તન્મય મોતીવાલાના જણાવ્યા અનુસાર, તેમના દાદાએ 1994માં ₹500ના મૂલ્યના SBIના શેર ખરીદ્યા હતા, જે તેમના દાદાએ ક્યારેય વેચ્યા ન હતા અને કદાચ તેઓ તેના વિશે ભૂલી પણ ગયા હતા. જો જોવામાં આવે તો 1994માં કરાયેલું પ્રારંભિક રોકાણ હવે મોટી રકમમાં ફેરવાઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે SBIના શેરની કિંમત હવે ₹3.75 લાખ છે, એટલે કે ત્રણ દાયકામાં તેમને 750 ગણું વળતર મળ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી શેર કરતા તેમણે લખ્યું કે, મારા દાદા-દાદીએ 1994માં રૂ.500ના SBIના શેર ખરીદ્યા હતા, જેના વિશે તેઓ ભૂલી ગયા હતા. તેમણે આ વાતનો અંદાજ પણ નહોતો કે તેમણે આ શેર શા માટે ખરીજ્યો હતો અને તેને પોતાની પાસે રાખ્યો હતો. પરિવારની સંપત્તિ એકઠી કરતા સમયે મને એવા કેટલાક પ્રમાણપત્ર મળ્યા, જેનાથી આ વાત જાણી શકાય છે.

આ પણ વાંચો: જામનગરમાં મીટિંગ...પછી ડીલ થઈ ફાઈનલ, ઝકરબર્ગ Reliance કેમ્પસમાં ખોલશે Meta નું ડેટા સેન્ટર!

750 ગણું વધી ગયું શેર્સનું મૂલ્ય

તેમણે આગળ લખ્યું, 'ઘણા લોકોએ પૂછ્યું, તેનું વર્તમાન મૂલ્ય શું છે? ડિવિડન્ડને બાદ કરતાં તે લગભગ 3.75L છે. મોટી રકમ નથી, પરંતુ હા, 30 વર્ષમાં 750 ગણુ છે. આ ખરેખર મોટી રકમ છે. એવું લાગે છે કે ઘણા લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અમે કન્સલ્ટન્ટ/સલાહકારની મદદ લીધી, કારણ કે પ્રક્રિયા પોતે ખૂબ જ પીડાદાયક અને લાંબી છે (નામ, સરનામું, હસ્તાક્ષર અસંગતતા વગેરેમાં જોડણીની ભૂલો હોઈ શકે છે.) સલાહકાર સાથે પણ સમય લાગ્યો, પરંતુ અમે મોટાભાગના પ્રમાણપત્રો માટે આમ કરવા માટે સક્ષમ છીએ.'

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: ₹2 ના શેરનું ચોંકાવનારૂ રિટર્ન, એક લાખના બનાવી દીધા 1.52 કરોડ, ઈન્વેસ્ટરો માલામાલ

હવે પૌત્ર શું કરશે 30 વર્ષ જૂના આ શેર્સનું?

ડૉ. મોતીવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ હાલમાં આ શેરો રાખવા અને તેને નહીં વેચવાની યોજના બનાવી રહ્યા છે. કારણ કે, તેમને રોકડની જરૂર નથી. ટ્વિટર અથવા એક્સ પ્લેટફોર્મ પર શેર કર્યા પછી, તેમની પોસ્ટ વાયરલ થઈ ગઈ છે અને લોકો સમાન સ્ટોરી શેર કરી રહ્યા છે. તેમની પોસ્ટનો જવાબ આપતા, એકે કહ્યું: “આ એક વાસ્તવિક રોકાણ છે. આપણે આપણા વડીલો પાસેથી શીખવું જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT