શું તમારી પાસે પણ છે આ બે બેંકોના Credit Card? તો આવતીકાલથી લાગશે એકસ્ટ્રા ચાર્જ

ADVERTISEMENT

Credit Card Rules Change
ક્રેડિટ કાર્ડ યુઝર્સને મોટો ઝટકો
social share
google news

Credit Card Rules Change: જો તમે પ્રાઈવેટ સેક્ટરની યસ બેંક (Yes Bank) અને IDFC ફર્સ્ટ બેંક (IDFC First Bank)ના ગ્રાહક છો અને આ બેંકોના ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ ખરીદીથી લઈને બિલ પેમેન્ટ માટે કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે હવે તમારો ખર્ચ વધવાનો છે અને તેની શરૂઆત આવતીકાલે 1 મે 2024થી થશે. વાસ્તવમાં આ બેંકોએ યુટિલિટી બિલ પેમેન્ટ કરવા પર વધારાનો ચાર્જ લગાવ્યો છે, જે આવતીકાલથી લાગુ થવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ કેટલો ખર્ચ વધશે?

1 મેથી લાગશે યુઝર્સને ઝટકો

Yes Bank અને IDFC First Bank ના ગ્રાહકો માટે આ એક મોટો ઝટકો છે, 1 મેથી આ બેંકોના ગ્રાહકોએ યુટિલિટી બિલ ભરવા માટે વધુ રકમ ચૂકવવી પડશે. રિપોર્ટ અનુસાર, આ બેંકો દ્વારા આ નિર્ણય ગ્રાહકો દ્વારા પર્સનલ કાર્ડના મિસયુઝ અને લોઅર એમડીઆર (MDR)ના કારણે લેવામાં આવ્યો છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ  એટલે કે MDR એ ફી છે જે દરેક  ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે પેમેન્ટ ગેટવે કંપનીઓ વસૂલે છે.

બેંકોની કમાણી વધશે

જોકે, MDR ચાર્જ (MDR Charge) અલગ-અલગ ટ્રાન્ઝેક્શન માટે અલગ-અલગ હોય છે અને યુટિલિટી બિલ પેમેન્ટ્સ મામલે આ અન્ય કેટેગરી કરતા ઓછો વસુલવામાં આવે છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે ક્રેડિટ કાર્ડના વધતા ઉપયોગ છતાં Utility Bill Payments દ્વારા બેંકને MDRથી ઓછી કમાણી થાય છે. હવે તેમાં એક ટકાનો વધારો કરીને બેંકો તેમની કમાણી વધારવા જઈ રહી છે અને તેનો બોજ ક્રેડિટ કાર્ડ યુઝર્સ પર વધશે.

ADVERTISEMENT

15000ના બિલ પેમેન્ટ પર 15 રૂપિયા એકસ્ટ્રા 

યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકે તાજેતરમાં આ સંદર્ભમાં જાહેરાત કરતા કહ્યું હતું કે, ક્રેડિટ કાર્ડ યુઝર્સે પાસેથી યુટિલિટી બિલની પેમેન્ટ પર 1 ટકાનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. તદનુસાર જો તમે યસ બેંક ક્રેડિટ કાર્ડ (Yes Bank Credit Card)નો ઉપયોગ કરીને તમારું વીજળીનું બિલ ભરો છો અને તે 15,000 રૂપિયા છે, તો 1 મે પછી તમારે તેના પર એક ટકા અથવા 15 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

શું છે લિમિટ?

એવું નથી કે યસ બેંક અથવા IDFC ફર્સ્ટ બેંકના ક્રેડિટ કાર્ડ યુઝર્સે દરેક બિલ પેમેન્ટ પર વધારાના ચાર્જ ચૂકવવા પડશે, આ માટે બેંકોએ એક મર્યાદા નક્કી કરી છે. રિપોર્ટ અનુસાર, જો યસ બેંકના ગ્રાહકો તેમના કાર્ડ દ્વારા 15,000 રૂપિયાથી ઓછાનું બિલ પેમેન્ટ કરે છે, તો તેના પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં અને જો આનાથી વધુ ચુકવણી કરવામાં આવશે તો 1 ટકાના દરે વધારાનો ચાર્જ વસૂલવામાં આવે છે. આ કિસ્સામાં IDFC ફર્સ્ટ બેંકે તેની મર્યાદા 20,000 રૂપિયા નક્કી કરી છે. આ સિવાય બંને બેંકો 18 ટકા GST પણ લગાવશે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT