Coke-Pepsi સાથે સીધી હરીફાઈ, મુકેશ અંબાણીએ બનાવી લીધો આ માસ્ટર પ્લાન!

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈઃ મુકેશ અંબાણીએ પોતાના કારોબારનું વિસ્તરણ કરતી વખતે, કોલા માર્કેટ (કેમ્પા કોલા)ની આ પ્રતિષ્ઠિત બ્રાન્ડને દિલ્હી સ્થિત પ્યોર ડ્રિંક ગ્રુપ સાથે આશરે રૂ. 22 કરોડની ડીલ હેઠળ હસ્તગત કરવામાં આવી છે. રિલાયન્સનું કોલા પીણું હવે કોકા-કોલા અને પેપ્સિકો સાથે સ્પર્ધા કરવાની તૈયારીમાં રિટેલ આઉટલેટ્સ પર પણ ઉપલબ્ધ છે. વળી એ પણ તેની યુએસ હરીફ બ્રાન્ડ્સ કરતાં ઘણી સસ્તી કિંમતે. ઉદાહરણ તરીકે, રિલાયન્સનું ઈ-ગ્રોસરી વેન્ચર Jio Mart કેમ્પા કોલાની 2-લિટરની બોટલ 49 રૂપિયામાં વેચે છે, જ્યારે કોકા-કોલા 1.75-લિટરની બોટલ 70 રૂપિયામાં અને પેપ્સી 2.25-લિટરની બોટલ માટે 66 રૂપિયામાં વેચે છે.

કોલા માર્કેટમાં છાપ છોડવા અંબાણી તૈયાર
એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં પોતાની ઓળખ બનાવવાની તૈયારીઓ તેજ કરી દીધી છે . તેમના રિલાયન્સ ગ્રુપે આ ક્ષેત્રની દિગ્ગજ કોકા-કોલા અને પેપ્સી જેવી કંપનીઓને હરાવવા માટે એક મોટી યોજના બનાવી છે. આ અંતર્ગત, તેમણે સૌપ્રથમ 70ના દાયકાની પ્રખ્યાત બ્રાન્ડ કેમ્પા કોલાને તેના પોર્ટફોલિયોમાં સામેલ કરી લીધી, જ્યારે તેણે ગુજરાત સ્થિત Sosyo હઝુરીમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરી દીધી છે.

દેશનું સોફ્ટ ડ્રિંક માર્કેટ ઘણું મોટું
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, મુકેશ અંબાણીની રિલાયન્સ આ ક્ષેત્રના લાંબા સમયથી અગ્રણી કોકા-કોલા અને પેપ્સિકો સામે ‘બેટલ ઓફ કોલાસ’ માટે પોતાને તૈયાર કરી રહી છે. છેલ્લા છ વર્ષની વાત કરીએ તો અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ અને એરટેલ, વોડાફોન અને આઈડિયા સેલ્યુલર વચ્ચે દેશના ટેલિકોમ માર્કેટ પર શાસન માટે યુદ્ધ જોવા મળ્યું હતું. પરંતુ વર્ષ 2023 માટે હવે યુદ્ધની નવી થીમ બનાવવામાં આવી છે. આ વખતે મુકેશ અંબાણીનું ધ્યાન દેશના રૂ. 68,000 કરોડના સોફ્ટ ડ્રિંક માર્કેટ તરફ વળ્યું છે.

ADVERTISEMENT

સોફ્ટ ડ્રિંક સેક્ટરમાં સ્પર્ધા જોવા મળશે
સોફ્ટ ડ્રિંકનો બિઝનેસ સતત વધી રહ્યો છે અને તેના અગ્રણી ખેલાડીઓ કોકા-કોલા અને પેપ્સીકો છે. હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી આ બંને કંપનીઓના વર્ચસ્વને જોરદાર ટક્કર આપવા જઈ રહ્યા છે. સોફ્ટ ડ્રિંક માર્કેટમાં જોરશોરથી પ્રવેશવાની તૈયારીમાં, રિલાયન્સ સતત એવી કંપનીઓ ખરીદી રહી છે જે તેને કોકા-કોલા અને પેપ્સિકોની સામે મજબૂતીથી રાખી શકે. આ પ્લાન હેઠળ તેણે સૌથી પહેલા ગયા વર્ષે કેમ્પા કોલા ડીલ કરી હતી.

જામનગરઃ સતત 6 કલાકથી ફ્લાઈટમાં બોમ્બની તપાસ શરૂ, યાત્રિઓના સામાનનું ચેકિંગ યથાવત

ADVERTISEMENT

ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ ચકચાર મચી ગઈ હતી. જામનગર એરપોર્ટ પર બોમ્બની શોધખોળ તપાસ ચાલુ જ છે. તેને નિષ્ક્રિય કરવા માટે અત્યારે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છેલ્લા 6 કલાકથી સતત એન.એસ.જીનું ઓપરેશન ચાલુ હતું. મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, કારણ કે એમાંથી બોમ્બ હોવાની માહિતી મળી હતી.

ADVERTISEMENT

શેરીમાં રમતી બાળકી પર કૂતરાએ હૂમલો કર્યો, બચાવવા આવેલી મહિલાને પણ ભર્યું બચકું

અત્યારે રાજ્યમાં રખડતા ઢોરની સાથે કૂતરાઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ગલીના કૂતરાઓ અવાર નવાર નાના બાળકો કે પછી ઉંમરલાયક કોઈપણ વ્યક્તિ પર હુમલો કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો આજે સુરતની હંસપૂરા સોસાયટીમાં બન્યો છે. એક શેરીના કૂતરાએ નાની બાળકી પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે. અત્યારે બાળકીના ગાલ પર એવું બચકુ કૂતરાએ ભર્યું છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી ગઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT