ઓનલાઈન મગાવેલા Laptopની જગ્યાએ બોક્સમાંથી સાબુ નીકળ્યા, કંપનીએ હાથ અધ્ધર કરી દીધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે આ સાથે જ ઈ-કોમર્સ વેબસાઈટોનો સેલ પણ શરૂ થઈ ગયો છે. પરંતુ સેલમાં સસ્તો સામાન ખરીદવાની ઉતાવળમાં ઘણા ગ્રાહકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે ફ્લિપકાર્ટના (Flipkart) ગ્રાહક સાથે, જેણે ઓનલાઈન લેપટોપ (Laptop) મગાવ્યું હતું, પરંતુ તેના ઓર્ડર પર કંપનીએ ઘડી સાબુ મોકલી દીધો.

કંપનીએ ભૂલ માનવાથી ઈનકાર કર્યો
બિઝનેસ ટુડેની રિપોર્ટ મુજબ, IIM અમદાવાદના અંડરગ્રેજ્યુએટ યશસ્વી શર્માએ લેપટોપનો ઓર્ડર બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન આપ્યો હતો. જેમાં કહેવાયું છે કે ગ્રાહકે તેના પિતા માટે લેપટોપ ઓર્ડર કર્યું હતું. પરંતુ જ્યારે ડિલિવરી આવી ત્યારે લેપટોપની જગ્યાએ બોક્સમાંથી ઘડી સાબુ મળ્યા. જ્યારે યશસ્વીએ આ વિશે ફ્લિપકાર્ટ કસ્ટમર કેરને ફરિયાદ કરી તો કંપનીએ પોતાની ભૂલ માનવાથી જ ઈનકાર કરી દીધો.

CCTVના પૂરાવા પણ ન માન્યા
પોતાની સાથે થયેલી ઘટના વિશે IIMના અંડરગ્રેજ્યુએટે લિંક્ડઈન પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું. જેમાં તેણે કહ્યું કે, મેં ખોટા ઓર્ડર માટે કંપનીને ફરિયાદ કરી તો અધિકારીઓએ પોતાની ભૂલ સુધારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. તેની પાસે લેપટોપની જગ્યાએ બોક્સમાંથી સાબુ નિકળ્યો તેના સીસીટીવી પૂરાવા હોવા છતાં પણ કંપની દ્વારા ઈનકાર કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

પિતાની ભૂલનો પણ ઉલ્લેખ કર્યો
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં યશસ્વીએ ડિલિવરી દરમિયાન તેના પરિજનો દ્વારા થયેલી એક નાની ભૂલનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે, ડિલિવરી બોય પાસેથી પેકેજ લેતા સમયે તેના પિતાએ એક ભૂલ કરી, તેમને ‘Open Box’ ડિલિવરી સુવિધા વિશે જાણ નહોતી. જે મુજબ, ગ્રાહકે ડિલિવરી એજન્ટ સામે જ પેકેજ ખોલીને જોવાનું હોય છે અને સંતુષ્ટ થયા બાદ જ OTP આપવાનો હોય છે. યશસ્વીએ આગળ કહ્યું કે, તેના પિતાએ માની લીધું કે પેકેજ પ્રાપ્ત કરવા પર ઓટીપી આપવાનો હશે, જે મોટા ભાગની પ્રીપેડ ડિલિવરીના કિસ્સામાં થાય છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

કંપનીના સીઈઓને ટેગ કરીને પોસ્ટ કરી
યશસ્વીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, મારી પાસે ઘરમાં આ પેકેજને અનબોક્સ કરવા અને તેમાં કોઈ લેપટોપ નહીં હોવાનો સંપૂર્ણ વીડિયો છે. પરંતુ આ બધા પૂરાવા વિશે જણાવ્યા બાદ પણ ફ્લિપકાર્ટના સિનિયર કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ દ્વારા યશસ્વીને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાયું કે, ‘No return possible’. કંપનીની ઉદાસીનતાના કારણે આ માલમો સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો છે. યશસ્વીએ પોસ્ટમાં ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિ અને કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલને પણ ટેગ કર્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT