ક્રૂડ ઓઈલની કિંમતમાં ધરખમ ઘટાડો, શું પેટ્રોલ-ડીઝલ પણ થશે સસ્તુ? જાણો આજના ભાવ

ADVERTISEMENT

Petrol Price Today
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?
social share
google news

Petrol Price Today: 90 ડૉલરને પાર કરી ગયેલું ક્રૂડ ઑઇલ છેલ્લા ઘણા દિવસોથી 80 ડૉલર પ્રતિ બેરલની આસપાસ રહ્યું પરંતુ હવે તેની કિંમતોમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 5 જૂને ક્રૂડ ઓઈલ 77 ડોલરે પહોંચી ગયું છે. નેશનલ ઓઈલ કંપનીઓ દ્વારા ક્રૂડ ઓઈલના ભાવને આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવતા હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે કે કેમ તે અંગે પ્રશ્ન ઉભો થાય છે, પરંતુ હાલમાં આવી કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. તાજેતરના અપડેટ મુજબ આજે એટલે કે 05 જૂન, 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ચાલો જાણીએ અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.

ક્રૂડ ઓઈલની કિંમત

ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ 77.52 ડોલર પ્રતિ બેરલ છે, જ્યારે WTI ક્રૂડ 73.22 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. જો ભારતની વાત કરીએ તો સરકારી તેલ કંપનીઓએ આજે ​​05 જૂન 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.

મહાનગરોમાં શું છે પેટ્રોલની કિંમત?

આજે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 94.61 રૂપિયા છે કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર છે. તો ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર છે.

ADVERTISEMENT

મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈમાં આજે ડીઝલની કિંમત શું છે?

આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.62 રૂપિયા છે. તો મુંબઈમાં ડીઝલની કિંમત 92.15 રૂપિયા છે. અમદાવાદમાં ડિઝલની કિંમત 90.06 રૂપિયા છે.  કોલકાતામાં ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.

    follow whatsapp

    ADVERTISEMENT