આ વર્ષે અનાજનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે, જોકે ઘઉંની ઉપજ ત્રણ ટકા ઘટવાના એંધાણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ દેશમાં 2021-22 પાક વર્ષ દરમિયાન 315 મિલિયન ટન અનાજનું વિક્રમજનક ઉત્પાદન થવાની ધારણા છે. જોકે, આ સમયગાળા દરમિયાન ઘઉંની ઉપજ લગભગ ત્રણ ટકા ઘટીને 106 મિલિયન ટન થવાની ધારણા છે. પંજાબ અને હરિયાણા જેવા ઉત્તર ભારતમાં ગરમીના મોજાને કારણે ઘઉંના પાકને ખરાબ અસર થઈ છે. કૃષિ મંત્રાલયે 2021-22 માટે તેના ચોથા એડવાન્સ અંદાજમાં બુધવારે જણાવ્યું હતું કે ચોખા, મકાઈ, કઠોળ, ચણા, સરસવ, તેલીબિયાં અને શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થવાની અપેક્ષા છે. 2021-22નું પાક વર્ષ જુલાઈ, 2021 થી જૂન, 2022 ની વચ્ચે છે.

કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, દેશમાં 2020-21 દરમિયાન 310.7 મિલિયન ટન અનાજનું ઉત્પાદન થયું હતું. ડેટા અનુસાર, 2020-21માં ઘઉંનું ઉત્પાદન 109 મિલિયન ટન હતું. 2021-22 દરમિયાન ચોખાનું ઉત્પાદન 13.02 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. અગાઉના વર્ષમાં તે 124 મિલિયન ટન હતું.

કઠોળ અને તેલીબિયાંમાં વધારો
મંત્રાલયે કહ્યું કે, કઠોળનું ઉત્પાદન 276 મિલિયન ટન થઈ શકે છે, જે એક વર્ષ પહેલા 254 મિલિયન ટન હતું. બિન-ખાદ્ય અનાજમાં તેલીબિયાંનું ઉત્પાદન 35.90 મિલિયન ટનથી વધીને 376 મિલિયન ટન થઈ શકે છે. સરસવનું ઉત્પાદન 17.70 મિલિયન ટન જ્યારે શેરડીનું ઉત્પાદન 43 મિલિયન ટન થવાની ધારણા છે. એક વર્ષ પહેલા શેરડીનું ઉત્પાદન 40.05 મિલિયન ટન હતું.

ADVERTISEMENT

કપાસનું ઉત્પાદન ઘટશે
મંત્રાલયે જણાવ્યું હતું કે, કપાસનું ઉત્પાદન 35 મિલિયન ગાંસડીથી ઘટીને 31 મિલિયન ગાંસડી થવાનો અંદાજ છે. એક ગઠ્ઠાનું વજન 170 કિલો છે. જ્યુટનું ઉત્પાદન 1.31 કરોડ ગાંસડી થવાની ધારણા છે, જે એક વર્ષ અગાઉ 93 લાખ ગાંસડી હતી. તેમાં એક ગઠ્ઠામાં 180 કિગ્રા હોય છે.

    follow whatsapp

    ADVERTISEMENT