ક્રેડિટ કાર્ડ યુઝર્સ સાવધાનઃ ફોન પર આવેલા આ SMSને ન કરતા ઈગ્નોર, નહીં તો બધું જ લૂંટાઈ જશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આ દિવસોમાં માર્કેટમાં એક નવો સ્કેમ સામે આવ્યો છે, જેમાં તમને એક મેસેજ મોકલવામાં આવે છે કે ‘તમારે ક્રેડિટ કાર્ડના પૈસા ભરવાના બાકી છે, તેને તાત્કાલિક જમાં કરાવો’, આ મેસેજ દેખાવમાં એકદમ બેંક મેસેજ જેવો જ હોય છે. તેને TM-CMDSMS ટાઈટલની સાથે મોકલવામાં આવે છે. સાથે જ આ મેસેજની શરૂઆત URGENT REMINDER તરીકે થાય છે.

આવા મેસેજો આવે તો થઈ જાવ સાવધાન

આ પ્રકારના મેસેજમાં દાવો કરવામાં આવે છે કે તમારું બેલેન્સ બાકી છે. ઉદાહરણ તરીકે તમારે ક્રેડિટ કાર્ડના 54,011.43 રૂપિયા ભરવાના બાકી છે. આ ક્રેડિટ કાર્ડનો નંબર xxxx2764 છે. જો તમે આ પૈસા ચૂકવશો નહીં, તો તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર પડશે. આ માટે તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમારી બાકી રકમ જમાં કરો.

આ લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરતા

આ પ્રકારના મેસેજ ફેક હોય છે. જો તમે આ લિંક પર ક્લિક કરશો તો તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. આનાથી બચવા માટે ભૂલથી પણ આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.

ADVERTISEMENT

બચવા માટે શું કરવું

– આનાથી બચવા માટે જે ક્રેડિટ કાર્ડનો નંબર આપવામાં આવ્યો છે, તેને ચેક કરો.
– ત્યારબાદ તમારા ઓફિશિયલ બેંક એકાઉન્ટના ઓનલાઈન સેક્શનમાં જઈને ક્રેડિટ કાર્ડની ચૂકવવાની બાકી રકમની માહિતી મળવો.
– આ સિવાય કોઈની સાથે ઓટીપી શેર કરવાની જરૂર નથી. સાથે જ કોઈપણ લિંક પર ક્યારેય ક્લિક ન કરો.
– જો કોઈ વોઈસ કોલ કરીને ક્રેડિટ કાર્ડની બાકીની રકમ જમાં કરાવવા માટે કહે છે, તો તેની ચૂકવણી કરતા પહેલા વેરિફિકેશ કરો.

 

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT