દેશના ગોડાઉનમાં ઘઉં-ચોખાનો સારી માત્રામાં સ્ટોક, ભાવમાં સામાન્ય વધારો નોંધાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ સરકાર દેશમાં ફુગાવાના દરને અસામાન્ય નથી માનતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં ઘઉં અને ચોખાના ભાવમાં વધારો સામાન્ય છે. જો અનાજના ભાવમાં કોઈ અસાધારણ વધારો થશે તો સરકાર બજારમાં હસ્તક્ષેપ કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે સરકારી ગોડાઉનોમાં અનાજનો પૂરતો સ્ટોક છે. ઘઉં-ચોખામાં કોઈ વસ્તુની કમી નથી. જરૂર પડશે તો તેને માર્કેટમાં ઉતારવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં બોલતા તેમણે કહ્યું કે ખાદ્ય ચીજોના ભાવ સામાન્ય કરતા વધારે નથી. તેને અસામાન્ય કહી શકાય નહીં.

ખાદ્ય સચિવે કહ્યું કે 14 ઓક્ટોબર, 2021ના રોજ ઘઉંની જથ્થાબંધ કિંમત પ્રતિ ક્વિન્ટલ 2,331 રૂપિયા હતી. અગાઉ 2020માં તે જ દિવસે આ કિંમત 2,474 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. તેથી વર્તમાન વર્ષમાં ઘઉંના ભાવમાં થયેલા વધારાની સરખામણી પાછલા વર્ષના ભાવ સાથે કરવી યોગ્ય નથી. તેની સરખામણી 2020માં પ્રવર્તમાન કિંમતો સાથે થવી જોઈએ. આ વર્ષે 14 ઓક્ટોબરે જથ્થાબંધ ઘઉંના ભાવમાં 2020ની સરખામણીમાં 11.42 ટકાનો વધારો થયો હતો અને તે 2,757 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. છૂટક ઘઉંના ભાવ 12.01 ટકા વધીને રૂ. 31.06 પ્રતિ કિલો થયા છે.

મીડિયાના અહેવાલો અનુસાર ખાદ્ય સચિવે જણાવ્યું હતું કે આ વધારો લઘુત્તમ ટેકાના ભાવ, ઇંધણ અને પરિવહન અને અન્ય ખર્ચમાં વધારાને અનુરૂપ છે. હવે ચિંતા કરવા જેવું કંઈ નથી. સરકાર પાસે તેના ગોડાઉનમાં ઘઉં અને ચોખા બંનેનો સંતોષકારક સ્ટોક છે. આનું કારણ સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે જરૂરી કરતાં વધુ પ્રાપ્તિ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT