Go Digit ના IPO નું ઠંડુ લિસ્ટિંગ, પણ વિરાટ-અનુષ્કાને કરોડોનો થયો ફાયદો

ADVERTISEMENT

Go Digit IPO Listing
વિરાટ-અનુષ્કાને કરોડોનો થયો ફાયદો
social share
google news

Go Digit IPO Listing : વિરાટ કોહલી (Virat Kohali) અને અનુષ્કા શર્માની ભાગીદારીની કંપની ગો ડિજિટનો આઇપીઓ  (Go Digit IPO) ગુરુવારે શેરબજારમાં લિસ્ટ થયો હતો. તેનું લિસ્ટિંગ રોકાણકારોની અપેક્ષા મુજબ ન હતું. બીજી તરફ આ લિસ્ટિંગની સાથે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. વાસ્તવમાં આ કંપનીમાં બંનેની મોટી ભાગીદારી છે.

લગભગ 5 ટકા પર થયું પ્રીમિયમ

ગો ડિજિટનો IPO NSE પર 5.15 ટકા અને BSE પર 3.35 ટકાના દરે લિસ્ટ થયો. તેની કિંમત 272 રૂપિયા હતી. તે NSE પર 5.15 ટકાના વધારા સાથે રૂ. 286 પર લિસ્ટ થયો હતો. જ્યારે BSE પર તે રૂ. 281.70 પર લિસ્ટ થયો હતો.

લગભગ 10 ગણો થયો હતો સબ્સક્રાઈબ

Go Digit  કંપનીનો IPO 15થી 17 મેની વચ્ચે ખુલ્યો હતો. તેની પ્રાઈસ બેન્ડ 258થી 272 ​​હતી. તેની ખરીદારી 272 રૂપિયા પર થઈ હતી. રોકાણકારોએ તેને ખરીદવામાં ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ IPO 9.60 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. કંપનીએ રૂ. 1125 કરોડના ફ્રેશ શેર અને 5.48 કરોડ રૂપિયાના OFS (ઓફર ફોર સેલ) જારી કર્યા હતા. OFS એ એવા શેર છે જે કંપનીના પ્રમોટર દ્વારા વેચવામાં આવે છે. આ પ્રમોટરના ભાગના શેર હોય છે.

ADVERTISEMENT


2.50 કરોડનું કર્યું છે રોકાણ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ Go Digit માં મોટી રકમનું રોકાણ કર્યું છે. આ કંપનીમાં વિરાટ કોહલીએ 2020માં 75 રૂપિયા પ્રતિ શેરના ભાવે લગભગ 2 કરોડ રૂપિયાના 2,66,667 શેર ખરીદ્યા હતા. તો અનુષ્કાએ પણ 75 રૂપિયા પ્રતિ શેરના ભાવે 50 લાખ રૂપિયાના 66,667 શેર ખરીદ્યા હતા. આ રીતે બંનેએ લગભગ રૂ. 2.50 કરોડના 3,33,334 શેર ખરીદ્યા છે, એટલે કે ગો ડિજીટમાં રૂ. 2.50 કરોડનું રોકાણ કર્યું છે. 

વિરાટ કોહલીને 7 કરોડનો થયો નફો

હવે IPO ખુલ્યા બાદ વિરાટ કોહલી અને અનુષ્કાની ભાગીદારી હવે લગભગ 9.53 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. આ રીતે બંનેને લગભગ 7 કરોડ રૂપિયાનો નફો થયો છે. જેમ જેમ શેરનો ભાવ વધશે તેમ તેમ તેમનો નફો વધુ વધશે.

ADVERTISEMENT

નોંધ- શેર માર્કેટમાં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે. તેથી તેમાં રોકાણ કરતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લો. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT