સેમિકન્ડક્ટર નિર્માણ માટે સંભવિત ભાગીદારોના સંપર્કમાં છીએ: વેદાંતા

ADVERTISEMENT

Vedanta Corporation
Vedanta Corporation
social share
google news

નવી દિલ્હી : ચિપ નિર્માતા કંપની ફોક્સકોને અલગ થવાનની જાહેરાત બાદ વેદાંતાએ સોમવારે કહ્યું કે, તેઓ સેમીકંડક્ટર નિર્માણ પ્લાન્ટ લગાવવા માટે ઉત્સુક સંભવિત ભાગીદારોના સંપર્કમાં છે. વેદાંતાએ કહ્યું કે, તેણે સેમીકંડક્ટર બનાવતી અન્ય કંપનીઓનો સંપર્ક કર્યો છે. પીએમ મોદીની વિચારધારાને પુર્ણ કરવા માટેના પ્રયાસો ઝડપી કરી દીધા છે. આ સાથે જ તેણે કહ્યું કે, ભારત વૈશ્વિક સેમીકંડક્ટર આપૂર્તિ શ્રૃંખલાને પુન:સ્થાપિત કરવા માટે મહત્વપુર્ણ છે.

વેદાંતાએ એક નિવેદનમાં કહ્યું કે, કંપની પોતાની સેમીકંડક્ટર નિર્માણ યોજના માટે સંપુર્ણ પ્રતિબદ્ધ છે. અમે દેશનું પહેલો સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવવા માટે અન્ય ભાગીદારોના સંપર્કમાં છે. તેઓ પોતાની સેમીકંડક્ટર ટીમને આગળ વધારવાનું ચાલુ રાખશે અને અમારી પાસે એક અન્ય મહત્વની કંપની સંપર્કમાં છે. એક મહત્વની 40 NM ઉત્પાદન સ્તરનું ટેક્નિકલ લાયસન્સ છે.

કંપનીએ લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાના રોકાણથી ગુજરાતમાં ચિપ નિર્માણ પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના ગત્ત વર્ષે જાહેરાત કરી હતી. જો કે આ સંયુક્ત ઉદ્યમમાં તેના ભાગીદાર ફોક્સકોને અચાનક આ યોજનાથી હટવા માટેની જાહેરાત કરી દીધી છે. વેદાંતાએ નિવેદનમાં કહ્યું કે, અમે ઝડપથી ઉત્પાદન સ્તરના 28 NM ચિપ માટેનું લાયસન્સ પણ પ્રાપ્ત કરીશું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT