LPG પર મોટી રાહત… કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો, 2 મહિનામાં 263 રૂ. સસ્તો થયો
નવી દિલ્હી: ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટી રાહત આપી છે. કંપનીઓએ 1 મેથી કોમર્શિયલ કિચન સિલિન્ડરની કિંમતમાં 171.50 રૂપિયાનો ઘટાડો કર્યો…
ADVERTISEMENT
નવી દિલ્હી: ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટી રાહત આપી છે. કંપનીઓએ 1 મેથી કોમર્શિયલ કિચન સિલિન્ડરની કિંમતમાં 171.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આજથી દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1856.50 રૂપિયા થઈ ગઈ છે. જોકે, ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
બે મહિનામાં કોમર્શિયલ સિલિન્ડર કેટલો સસ્તો થયો?
આ પહેલા 1 એપ્રિલના રોજ કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રીતે જોવામાં આવે તો કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડર બે મહિનામાં 263 રૂપિયા સસ્તો થઈ ગયો છે. દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ રાંધણ ગેસના નવા ભાવ નક્કી કરે છે.
મેટ્રો શહેરમાં હવે કેટલી છે સિલિન્ડરની પ્રાઈસ?
આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1960.50 રૂપિયા, મુંબઈમાં 1808.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2021.50 રૂપિયા થઈ ગઈ છે. 1 મે, 2022ના રોજ, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ.2355.50માં ઉપલબ્ધ હતો. આજે ભાવ ઘટીને રૂ.1856.50 થયો છે. એટલે કે છેલ્લા એક વર્ષમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 499 રૂપિયા સસ્તો થયો છે.
ADVERTISEMENT
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ હોટલ અને રેસ્ટોરન્ટમાં થાય છે. તેનો ઘરેલું ઉપયોગ કરી શકાતો નથી. ઘરેલું અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર વચ્ચે વજનમાં તફાવત છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 19 કિલો ગેસથી ભરેલો હોય છે અને ઘરેલું એલપીજી સિલિન્ડર 14.2 કિલો ગેસ સાથે આવે છે.
ADVERTISEMENT