Closing Bell: સપ્તાહના અંતિમ દિવસે સામાન્ય વધારા સાથે બજાર થયું બંધ
નવી દિલ્હી:સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું છે. આજે કામકાજના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 59 પોઈન્ટના નજીવા વધારા સાથે 58,833ની…
ADVERTISEMENT
નવી દિલ્હી:સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું છે. આજે કામકાજના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 59 પોઈન્ટના નજીવા વધારા સાથે 58,833ની સપાટી પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 36.45 પોઈન્ટના નજીવા વધારા સાથે 17,558 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
આજના દિવસની શરૂઆત
સપ્તાહના અંતિમ દિવસની શરૂઆતમાં શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 366 પોઈન્ટના વધારા સાથે 59,141 પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 103 પોઈન્ટ વધીને 17,625 પર ખુલ્યો હતો. મહત્વની વાત એ છે કે સેન્સેક્સ ફરી 59,000ની સપાટી વટાવી હતી.
માર્કેટમાં આજના સેશનમાં ફાર્મા, મીડિયા, રિયલ એસ્ટેટ, એફએમસીજી જેવા સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી, બેન્કિંગ, ઓટો, એનર્જી, મેટલ્સ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોના ઇંડેક્સ પણ લીલા નિશાનમાં બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 35 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 15 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 21 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, 9 લાલ નિશાનમાં બંધ થયા હતા. બેન્ક નિફ્ટીના તમામ 12 શેરોમાં 7 શેરના વધારા સાથે 7 શેર લાલ નિશાનમાં બંધ થયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT