Closing Bell: સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટના કડાકા સાથે બંધ
અમદાવાદ: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગના દિવસે શેરબજાર દિવસભર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું અને તેનું બંધ પણ લાલ નિશાનમાં થયું છે. સ્થાનિક શેરબજારો સવારે જબરદસ્ત…
ADVERTISEMENT
અમદાવાદ: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગના દિવસે શેરબજાર દિવસભર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું અને તેનું બંધ પણ લાલ નિશાનમાં થયું છે. સ્થાનિક શેરબજારો સવારે જબરદસ્ત ઘટાડા સાથે ખુલ્યા હતા અને સેન્સેક્સમાં 1466 પોઈન્ટનો ઘટડો જોવા મળ્યો હતો હતો. જો કે સેન્સેક્સ-નિફ્ટી દિવસના કારોબાર દરમિયાન છેલ્લા સેકશનમાં સામાન્ય તેજી જોવા મળી હતી.પરંતુ રેડ ઝોનમાંથી બહાર આવી શક્યા નથી.
આજે શેરબજારમાં કારોબારના અંતે BSE સેન્સેક્સ 861 પોઈન્ટ ઘટીને 1.46 ટકાના ઘટાડા સાથે 57,972ની સપાટી પર બંધ થયો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 246.00 પોઈન્ટ એટલે કે, 1.40 ટકાના ઘટાડા સાથે 17,312.90ની સપાટી પર બંધ થયો હતો.
આજે સેન્સેક્સના 30માંથી 8 શેરોમાં તેજી જોવા મળી હતી જ્યારે 22 શેરમાં ઘટાડો થયો હતો. નિફ્ટીના 50માંથી 12 શેરો વધ્યા હતા જ્યારે 38 શેરો ઘટીને બંધ થયા હતા. બીજી તરફ, બેન્ક નિફ્ટી 710 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 38276ની સપાટી પર બંધ થયો હતા.
ADVERTISEMENT
આ શેરમાં જોવા મળી તેજી
આજે શેર બજારમાં કડાકો થયો છે ત્યારે આજે સેન્સેક્સના વધતા શેરો પર નજર કરીએ તો, અલ્ટ્રાટેક સિમેન્ટના ,મારુતિ સુઝુકી, નેસ્લે, આઈટી, એચયુએલ, એશિયન પેઇન્ટ્સ, એમએન્ડએમ અને ટાઇટનના શેરમાં નોંધપત્ર તેજી જોવા મળી હતી.
આ શેરમાં થયો ઘટાડો
આજે સેન્સેક્સના ઘટતા શેરો પર નજર કરવામાં આવે તો, સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, , HDFC બેન્ક, L&T, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, NTPC, પાવર ગ્રીડ, SBI, ICICI બેન્ક, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, કોટક બેન્ક, એચસીએલ ટેક, ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રાના શેર ઘટાડા સાથે એટલે કે લાલ નિશાન સાથે બંધ થયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT