UPI પેમેન્ટ પર ઝટકો, હવે રૂ.2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર આટલો ચાર્જ ચૂકવવો પડશે, 1લી એપ્રિલથી નિયમ લાગુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: મોબાઈલ ક્રાંતિના આ યુગમાં મોટાભાગના લોકો નાની-મોટી વસ્તુઓની ખરીદી માટે જ ઓનલાઈન પેમેન્ટ મોડનો ઉપયોગ કરે છે. તેમાં પણ કોરોનાકાળ બાદ મોબાઈલ ફોન એપથી પેમેન્ટનું ચલણ વધ્યું છે. જો કે, UPI પેમેન્ટ એટલે કે Google Pay, Phone Pay અને PayTM જેવા ડિજિટલ માધ્યમથી રૂ. 2,000 થી વધુની ચુકવણી પર, તમારે 1 એપ્રિલથી તમારું ખિસ્સું થોડું ઢીલું કરવું પડશે.

રૂ.2000થી વધુના UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તાજેતરમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ને વેપારી ટ્રાન્ઝેક્શન પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) ફી લાગુ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્ર અનુસાર, 2,000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ યુઝરે મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ચૂકવવો પડશે.

65થી 70 ટકા ટ્રાન્ઝેક્શન 2000થી વધુના
‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ના અહેવાલ મુજબ, પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI)ની UPI ચુકવણી પર 1.1% ની ઇન્ટરચેન્જ ફી લાગશે. જણાવી દઈએ કે PPIમાં ટ્રાન્ઝેક્શન વોલેટ અથવા કાર્ડ દ્વારા થાય છે. ઇન્ટરચેન્જ ફી સામાન્ય રીતે કાર્ડની ચૂકવણી સાથે સંકળાયેલી હોય છે અને ટ્રાન્ઝેક્શન સ્વીકારવા અને ખર્ચ આવરી લેવા માટે વસૂલવામાં આવે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) એ તેના પરિપત્રમાં કહ્યું છે કે તેની સમીક્ષા 30 સપ્ટેમ્બર 2023 અથવા તે પહેલા કરવામાં આવશે. રિપોર્ટ મુજબ UPI પર 65થી 70 ટકા જેટલા ટ્રાન્ઝેક્શન રૂ.2000થી વધુના થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT