ચંદ્રબાબુ નાયડુની પત્નીએ શેર બજારમાં 7 દિવસમાં કમાયા 584 કરોડ, આ કંપનીના શેરે બનાવ્યા ધનિક

ADVERTISEMENT

  7 દિવસમાં કરોડપતિ બન્યા  ચંદ્રબાબુ નાયડુના પત્ની
Share Market
social share
google news

Share Market :  લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાને 3 દિવસ થઈ ચૂક્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી મળી નથી અને તે સહયોગી દળોની મદદથી સરકાર બનાવવા જઈ રહી છે. આ માટે તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને સમર્થનનો પત્ર સુપરત કરી ચૂક્યા છે. 4 જૂને જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા, ત્યારે ભાજપને પૂર્ણ બહુમતી ન મળવાને કારણે શેરબજાર તૂટ્યું હતું. રોકાણકારોના રૂ. 30 લાખ કરોડથી વધુના ધોવાઈ ગયા હતા. જોકે આ પછી બજારમાં સુધારો આવ્યો, પરંતુ કેટલાક રોકાણકારો હજુ સુધી રિકવર કરી શક્યા નથી. બીજી તરફ ચંદ્રબાબુ નાયડુના પત્નીએ 7 દિવસમાં શેર માર્કેટમાંથી 584 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

કંપનીના શેરની કિંમત વધી

ચંદ્રબાબુ નાયડુના પત્ની નારા ભુવનેશ્વરી હેરિટેજ ફૂડ્સમાં 24.37 ટકા હિસ્સો ધરાવે છે. તેમની પાસે આ કંપનીના 2,26,11,525 શેર છે. ચૂંટણીના પરિણામોના દિવસે જ્યારે શેર માર્કેટ ડૂબી રહ્યું હતું અને રોકાણકારોના પૈસા સ્વાહા થઈ રહ્યા, ત્યારે નારા ભુવનેશ્વરીની સંપત્તિમાં વધારો થઈ રહ્યો હતો. અગાઉ 31 મેના રોજ આ કંપનીના એક શેરની કિંમત 402.90 રૂપિયા હતી. આ મુજબ નારા ભુવનેશ્વરીની આ કંપનીમાં રકમ લગભગ 911 કરોડ રૂપિયા હતી. આજે એટલે કે શુક્રવારે એક શેરની કિંમત 661.25 રૂપિયા થઈ ગઈ છે. તે મુજબ આજે આ કંપનીમાં તેમના પૈસા વધીને લગભગ 1495 કરોડ રૂપિયા થઈ ગયા છે. આવી સ્થિતિમાં નારા ભુવનેશ્વરીએ આ 7 દિવસમાં લગભગ 584 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ કંપનીના ફાઉન્ડર પોતે ચંદ્રબાબુ નાયડુ છે અને તેની ઓફિસ હૈદરાબાદમાં છે.

TDP ની જીતથી રોકેટ બન્યા શેર 

આંધ્ર પ્રદેશમાં TDPએ લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં સારુ પ્રદર્શન કર્યું છે. TDP કેન્દ્રમાં પણ સામેલ થવા જઈ રહી છે. આ ઉપરાંત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આવ્યા છે અને તેમાં ટીડીપી સરકાર બનાવવા જઈ રહી છે. ટીડીપીના આ સારા પ્રદર્શનને કારણે હેરિટેજ ફૂડ્સના શેરો રોકેટ બની ગયા છે.

ADVERTISEMENT

3 દિવસમાં 44 ટકા રિટર્ન

હેરિટેજ ફૂડ્સના શેરે માત્ર 3 દિવસમાં 44 ટકા રિટર્ન આપ્યું છે. 4 જૂને બજાર બંધ થયું ત્યારે એક શેરની કિંમત 459 રૂપિયા હતી. આજે એટલે કે શુક્રવારે બપોરે 1 વાગ્યા સુધીમાં તેની કિંમત વધીને 661.25 રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ શેરે 5 જૂનથી અત્યાર સુધીમાં 44 ટકા રિટર્ન આપ્યું છે. તેણે એક વર્ષમાં 100 ટકાથી વધુ વળતર આપ્યું છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ 6.14 હજાર કરોડ રૂપિયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT