તુવેર દાળના વધતા ભાવોને કાબૂમાં રાખવા કેન્દ્રએ રાજ્યોને ખાસ પ્લાન સોંપ્યો..

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ જુલાઈના બીજા સપ્તાહે સતત વધી રહેલા તુવેર દાળનાં ભાવ પર કેન્દ્ર સરકારે રાજ્યોને સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ખાતરી કરવી જોઈએ કે વેપારીઓ અને વેરહાઉસિંગમાં સંગ્રહ કરવાની ક્ષમતા જાહેર કરે. તાજેતરમાં કેન્દ્ર સરકાર પાસે 38 લાખ ટન દાળનો બફર સ્ટોક છે. શુક્રવારે ઉપભોક્તા મંત્રાલયે કહ્યું છે કે તમામ રાજ્યોએ સાપ્તાહિક ધોરણે આંકડાઓને વેબસાઈટ પર ડેટા અપલોડ કરવો જોઈએ.

સ્ટોકિસ્ટ કૃત્રિમ અછત ઉભી કરી શકે છે…
મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે વેપારીઓ અને સ્ટોકિસ્ટોના કેટલાક ગ્રુપો કિંમતો વધારવા માટે દાળની કૃત્રિમ અછત ઉભી કરવા તૈયાર થયા છે. છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં ખરીફની વાવણીમાં ધીમી પ્રગતિ પછી જુલાઈના બીજા સપ્તાહથી તુવેર દાળમાં તેજી આવી છે. મંત્યાલયના ડેટા પ્રમાણે જોવા જઈએ તો 12 જુલાઈએ દાળની કિંમત 102.89 રૂપિયા કિલો હતી, જે શુક્રવારે 108.57 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT