Business Idea: નોકરીને કહો બાય-બાય અને 50 હજાર રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, થશે લાખોમાં કમાણી

ADVERTISEMENT

Business Idea Under 50 Thousand
જોરદાર બિઝનેસ આઈડિયા
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

દેશમાં હજારો લોકો શરૂ કરવા માંગે છે ખુદનો બિઝનેસ

point

સફળ બિઝનેસ માટે બે બાબતોનું રાખવું પડે છે ધ્યાન

point

50 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, થશે લાખોમાં કમાણી

Business Idea Under 50 Thousand: ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને આ તે લોકો માટે એક શાનદાર સ્થળ છે, જેઓ ખુદનો બિઝનેસ (Top Business Idea’s) કરવાના સપનાને સાકાર કરવા માંગે છે. દેશમાં હજારો લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માગે છે, પરંતુ એક સફળ બિઝનેસ માટે બે સૌથી મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. જેમાં એક છે બિઝનેસ આઈડિયા અને બીજુ છે ફંડિંગ એટલે કે બિઝનેસ ચલાવવા માટે મૂડી. 

50 હજારમાં શરૂ કરી શકો છો બિઝનેસ

જોકે, એવા ઘણા બિઝનેસ આઈડિયા છે, જેમાં તમારે વધારે પૈસાની જરૂર નહીં પડે. તમે આ પ્રકારના બિઝનેસને માત્ર 50,000 રૂપિયાથી શરૂ કરી શકો છે. આ આર્ટિકલમાં અમે તમારી સાથે તે બિઝનેસ આઈડિયા વિશે વાત કરીશું જે તમારા બિઝનેસ કરવાના સપનાને સાકાર કરવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ આ વિશે...  

કપડાનું કામ

ભારત તહેવારોનો દેશ છે અને નવા કપડા વગર આપણા તમામ તહેવારો અધૂરા છે. એટલું જ નહીં તહેવારો સિવાય બીજા ઘણા પ્રસંગો એવા હોય છે, જ્યારે નવા કપડાંની જરૂર પડે છે.જેમ કે ઘણા લોકો દર વર્ષે નવા કપડા લે છે અને દેશમાં લગ્નની સિઝન દરમિયાન પણ કપડાની બજારમાં ભારે ભીડ જોવા મળે છે. આવી સ્થિતિમાં 50,000 રૂપિયાથી ઓછી કિંમતે કપડાંનો બિઝનેસ શરૂ કરવો એ શ્રેષ્ઠ વિચાર હોઈ શકે છે. તેથી કપડાંનો બિઝનેસ ભારતમાં સૌથી સફળ બિઝનેસો પૈકીનો એક હોઈ શકે છે.

ADVERTISEMENT

સ્ટ્રીટ ફૂડ સ્ટોલ 

નાના રોકાણની સાથે અન્ય એક બેસ્ટ અને ઓછા ખર્ચે બિઝનેસ આઈડિયા ફૂડ સ્ટોલ અથવા ફૂડ ટ્રક શરૂ કરવો છે. જેમ-જેમ બિઝનેસ વધે તેમ તેમ તમારું રોકાણ વધારી શકો છો. ભારતમાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ દેશ-વિદેશથી આવતા લોકોને પણ સ્ટ્રીટ ફૂડ ખૂબ પસંદ આવે છે. એક નાના ફૂડ સ્ટોલ માટે ઘણી બધી ખાદ્ય સામગ્રી તૈયાર કરવાની જરૂર નથી. તમે નૂડલ્સ, મોમોઝ, ચાટ-પકોડી અથવા અન્ય સ્ટ્રીટ ફૂડ જેવી વસ્તુઓ પણ વેચી શકો છો જે લોકોને ખૂબ પસંદ આવે છે.

ટ્યૂશન ક્લાસ શરૂ કરો

જો તમને બીજુ કઈ સમજમાં નથી આવી રહ્યું તો તમે ટ્યૂશન ભણાવીને પણ આરામથી ખુદનો બિઝનેસ શરૂ કરી શકો છો. ટ્યુશન કરાવવા એ સૌથી સરળ બિઝનેસ આઈડિયામાંથી એક છે. જો તમને પણ કોઈ સબ્જેક્ટ અથવા ક્ષેત્રની સારી જાણકારી છે અને લોકોને શીખવવા માટે તમે કોઈ વસ્તુમાં સારા છો, તો ટ્યુશન શરૂ કરવું એ એક સારો આઈડિયા હોઈ શકે છે. આ માટે તમારે મોટા રોકાણની પણ જરૂર નહીં પડે. તમે તમારા ઘરે જ ટ્યુશન શરૂ કરી શકો છો. 

ADVERTISEMENT

ઓનલાઈન પણ આપી શકો છો કોચિંગ

તમે યુટ્યુબ અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવી શકો છો. યાદ રાખો કે તમે નાના રોકાણથી શરૂઆત કરો અને ભવિષ્યમાં તમે ધીમે-ધીમે તમારા બિઝનેસને વધારી શકો છો.

ADVERTISEMENT

વેડિંગ પ્લાનર

એક સફળ બિઝનેસ  (Business) શરૂ કરવાની બીજો આઈડિયા વેડિંગ પ્લાનર અથવા ઈવેન્ટ મેનેજર છે. આ ફિલ્ડમાં તમે તમારા ગ્રાહકોની જરૂરિયાત અનુસાર, સૌથી ક્રિએટીવ રીતે લગ્ન, બેબી શાવર જેવા પ્રસંગોનું આયોજન કરીને બિઝનેસ શરૂ કરી શકો છો. શરુઆતમાં આ માટે કેટલાક પૈસાની જરૂર પડશે, પરંતુ આ પછી રિટર્ન સારું મળશે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT